Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં વોર્ડ નં.10 માં ગોકળ ગતિએ ચાલતી રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા કોંગ્રેસી કાર્યકરોની માંગ.

Share

ભરૂચમાં ડુંગાજી કન્યાશાળાથી લઈને ચાર રસ્તા સુધીનો માર્ગ બનાવાનું શરૂ થયું છે પરંતુ માર્ગની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા કોંગ્રેસી કાર્યકરોએ આજે મીડિયા સમક્ષ આ કામગીરીને વહેલી તકે પૂરી કરવાની વાત કરી હતી.

વોર્ડ નંબર 10 ના સામાજિક કાર્યકર મોહમ્મદ સુજનીવાલા એ જણાવ્યું છે કે આ કામગીરી થતી હોય તે અત્યંત પ્રશંસનીય બાબત છે પરંતુ ઘણા લાંબા સમયથી આ કામગીરીમાં અનેક વિલંબ આવી રહ્યા છે. રોડ પર કામગીરીને લઇને અનેક અટકળો પણ ઊભી થાય છે તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વોર્ડ નંબર 10 ના રોડની કામગીરી અધુરી હાલતમાં હોય જેમાં સેન્ડિંગનું કામ અસ્તવ્યસ્ત હાલતમાં હોય તેવા સંજોગોમાં અહીંથી પસાર થતાં રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક વખત આ રસ્તા પરથી વૃદ્ધ રાહદારીઓના અકસ્માત પણ થયા છે. આથી આ રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ-ઉમરપાડા નિવૃત કર્મચારીની વાર્ષિક સાધારણ સભામાં 25/9/25 ના રોજ માંગરોલ મુકામે યોજાશે

ProudOfGujarat

આજથી કોરોના ગાઈડલાઇન અંતર્ગત 50 ટકા હાજરી સાથે ધોરણ 9 થી 11 ના ઓફલાઇન કલાસો થયા શરૂ.

ProudOfGujarat

ખેડા : રોહીસા ગામના સરપંચના પતિ રૂ. બે લાખની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!