Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ-ઉમરપાડા નિવૃત કર્મચારીની વાર્ષિક સાધારણ સભામાં 25/9/25 ના રોજ માંગરોલ મુકામે યોજાશે

Share

વાંકલ

માંગરોળ-ઉમરપાડા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખશ્રી ઈશ્વર ભાઈ પરમાર નું જણાવવાનું કે,માંગરોળ-ઉમરપાડા તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા તા.૨૫/૦૯/૨૦૨૫ ના ગુરૂવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે માંગરોળ મુકામે ટીચર્સ સોસાયટીના મકાનમાં રાખવામાં આવેલ છે. જેથી વાર્ષિક સાધારણ સભામાં પેન્શનર ભાઈ-બહેનો ને અચૂક હાજર રહેવા વિનંતી છે. સાધારણ સભામાં મંડળના સભ્યશ્રીઓના ૭૦ વર્ષથી કે તેથી વધુ ઉંમરના નિવૃત કર્મચારીઓનું સન્માન કરવાનું બાકી હોય તેઓશ્રીએ પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને તેમના કારોબારી સભ્યશ્રીઓને નામ નોંધાવવા વિનંતી છે. તેમજ કેટલાક નિવૃત કર્મચારીઓના પ્રશ્નન વણ ઉકેલ્યા હોય તેઓશ્રીએ મંડળના પ્રમુખશ્રીને લેખીતમાં પ્રશ્નનો આપવા વિનંતી છે. હાલમાં આપણા મંડળના સામાન્ય સભ્ય બનેલ છે. તેઓશ્રી તરફથી સમય સર ફી આવતી ન હોય જેથી મંડળે સામાન્ય સભ્યશ્રીઓને રૂ।. ૧૦૦૦/- સભ્ય ફી ભરી આજીવન સભ્ય બની જવા વિનંતી કરું છું. આ બાબતે પુરતી માહિતી માટે પ્રમુખથી ઈશ્વરભાઈ પરમાર ના ફોન નં.૯૪૨૮૭૪૩૪૦૧ નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવેલ છે

Advertisement

Share

Related posts

એસએમઈ (SME) માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું અનોખું ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ.

ProudOfGujarat

જ્યોતિ સક્સેના એ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ પ્રેરણાદાયી વિડિઓ શેર કર્યો.

ProudOfGujarat

દેવમોગરા ખાતે મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે આગામી તા.૮થી ૧૨મી માર્ચ દરમિયાન યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!