Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા અંતર્ગત તાલુકાના કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લીધી.

Share

ડેડીયાપાડા – પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત કોરોના મહામારીમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ, વડપાડા, ઉમરાણ, ઝાંક વગેરે ગામોમાં કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લઈ રૂ.4 લાખની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવવામાં આવી હતી.

કોંગ્રેસના આગેવાનો દ્વારા ગામે ગામ જઈ પરિવારના સભ્યની મુલાકત કરી સહાયના ફોર્મ ભરી કુટુંબના સભ્ય માટે સહાયની માંગણી કરવામાં આવી. જેમાં દેડિયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા, દેડિયાપાડા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માલજી વસાવા, સાગબારા તાલુકાના પૂર્વ પ્રમુખ ભાંગા વસાવા, કોંગ્રેસના આગેવાનો બહાદુરભાઈ, વનરાજભાઈ, વિપુલભાઈ, રામજીભાઈ, સોફિભાઈ, અર્જુનભાઈ, ફુલસિંગભાઈ, રાયસિંગભાઈ વગેરે ઉપસ્થિત રહી મૃતક પરિવારના સભ્યને મળી સાંત્વના પાઠવી હતી.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

ભરૂચના નિલકંઠ ઉપવન ખાતે મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

એનીમિયા કન્ટ્રોલ માટે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર- ભરૂચ એલસીબીએ પત્તા પાના ના જુગાર સાથે ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!