Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે શિક્ષકદિનની ઉજવણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા.

Share

૫ મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન… વિશ્વમાં શિક્ષકોના માનમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષકદિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં.જે અંતર્ગત શિક્ષકદિનની ઉજવણી અન્વયે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરયા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવવ્યવસ્થાને ૫ ટ્રિલિયન સુધીની લઈ જવામાં દેશની વસ્તીનો ૬૫ થી ૭૦ ટકા ધરાવતો યુવાધન છે. જો આ યુવાધન શિક્ષિત તથા કૌશલ્યયુક્ત બને તે આજના સમયની તાતી જરૂરિયાત છે. આ જરુરીયાતને દેશનાં શિક્ષકો જ પૂરા પાડી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે,વર્ષ ૨૦૦૨ સુધી માત્ર ૨૧ યુનિવર્સીટી હતી. જ્યારે અત્યારે આશરે ૧૦૩ જેટલી યુનિવર્સીટી બની છે. જેના કારણે વિધાર્થીઓને પોતાના રસના વિષય સાથે સ્નાતક થવાની તક તથા મનપસંદ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક સાંપડી છે.

આ પ્રસંગે વધુમા ઉમેર્યું હતું કે, શિક્ષકો માટે પ્રયોજાતા “માસ્ટર” શબ્દને “માં ના સ્તર” સાથે સરખાવીને શિક્ષકોની ગરિમાને બિરદાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે,માં બાપની કળા એટલે બાળક પણ સાચા અર્થમાં બાળકનું ઘડતર કરનાર તો શિક્ષકો છે. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત શિક્ષકોને અનુરોધ કરતાં જણાવ્યું કે, કોરોના સમયના અનિવાર્ય સંજોગોમાં ૬ ઈંચના એટમબોમ્બ સમાન મોબાઈલ ફોનની તાતી જરૂરિયાતને પણ હવે સમય અનુસાર ઓછી કરવા વિદ્યાર્થીઓને સમજાવવા હિમાયત કરી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું કે, આપણા દેશ આઝાદી પછી વિવિધ આયામો પર પ્રગતિ કરી છે. આ પ્રગતિમાં શિક્ષકોના બહુમૂલ્ય ફાળો રહ્યો છે. વધુમાં તેમણે પોતાના જીવનકાળના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, “મારી આજે જે પણ સમાજમાં પ્રતિષ્ઠા છે તે મારા શિક્ષકગણને આભારી છે.”

Advertisement

આ ઉપરાંત આ વેળાએ તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓમાં પડેલી શક્તિને ખીલવવામાં શિક્ષકો અથાક પ્રયત્નોને બિરદાવ્યા હતાં તથા જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે વધુ ઉન્નત બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

૫ સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણી અંતર્ગત પંડિત ઓમકારનાથ હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પસંદગી પામેલ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું ઉપસ્થિત આગેવાનોને હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

પંડિત ઓમકારનાથ હોલ ખાતે શિક્ષકદિન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી એન એમ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઈન્દિરાબેન રાજ સહિત શિક્ષણવિભાગનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરઃ પોલીસે આંબા વાડીમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાયો.

ProudOfGujarat

ઝધડીયા પોલિસ મથકમાં કર્મચારીઓને આજરોજ કોરોના વાયરસ અંગે માહિતી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!