Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મહેશ્વરી સમાજના સ્થાપના દિને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

જેઠ વદ-૯ નોમના દિવસે મહેશ્વરી સમાજની સ્થાપના કરવામાં આવી હતી જેથી આ દિવસને મહેશ્વરી સમાજના લોકો વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ-દહેજ અંકલેશ્વર વાગરા ઝનોર સહિત વિસ્તારોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસેલા મહેશ્વરી સમાજના લોકો આ દિવસે એકત્ર થઇ મહેશ ભગવાનની પૂજા યાચના શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સમાજના નાના નાના બાળકો અને યુવા યુવતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીત સહિત રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સમાજના લોકો દ્વારા આ દિવસે વહેલી સવારથી જ પૂજા યાચના કરવામાં આવી હતી અને સમાજના લોકોમાં સંગઠન વધે સમાજનો આર્થિક વિકાસ થાય સમાજના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું તથા સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના લોકો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ સૌએ એકસાથે ભોજન પ્રસાદી પણ લીધી હતી.

Advertisement

Share

Related posts

જામનગરમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ડોલર અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો.

ProudOfGujarat

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો 2022 કલા મહાકુંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીકથી ઇકો ગાડીમાંથી દેશી દારૂ સાથે 2 આરોપીઓને પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!