Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ.

Share

સમગ્ર વિશ્વમાં 21 મી જૂનના દિવસેને ‘આંતરરાષ્ટ્રીય યોગ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા ‘માનવતા માટે યોગાના થીમ સાથે તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ અમીત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ઘર્મેશ મિસ્ત્રી, એસ.પી. ડૉ.લીના પાટીલ સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના 1000 થી પણ વધુ યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગોલ્ડન બ્રિજ ઉપરાંત આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં કબીર વડ, અંકલેશ્વરમાં તાલુકા સેવા સદન, જંબુસરમાં સરસ્વતી વિદ્યા મંદિર, આમોદમાં સ્વામીનારાયણ ગુરૂકુલ, સરભાણ રોડ, હાંસોટમાં કાકાબા હોસ્પીટલ, વાગરામાં શ્રીમતી એમ એમ પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ, ઝઘડીયામાં દિવાન ધનજીશા હાઇસ્કૂલ, વાલીયામાં શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર, નેત્રંગ આદર્શ નિવાસી શાળા, ભરૂચ નગરપાલિકામાં માતરિયા તળાવ, અંકલેશ્વર નગરપાલિકા જવાહરબાગ તથા જંબુસર નગરપાલિકામાં સ્વામીનારયણ મંદિર અને આમોદ નગર પાલિકામાં ચામડિયા હાઇસ્કૂલમાં સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમ યોજાયા હતા.

ભરૂચ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કોલેજો, આઈ.ટી.આઈ, ટેકનિકલ કોલેજો, નગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દરેક ગ્રામ પંચાયત ખાતેના કેન્દ્રો પર યોગ શિબિરો યોજાઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ૧૨ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આધેડની કરાઈ ધરપકડ.

ProudOfGujarat

જાણો ચૂંટણી અંગેની વિગતો.જાણવા અંગેના મહત્વના ટેલિફોન નંબરો…

ProudOfGujarat

નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યને લઈને યોગ્ય વિચારણા કરવા આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!