Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : સફાઇકામદારોની હડતાળનો આખરે અંત આવ્યો, જાણો કારણ.

Share

ગોધરા શહેરમાં નગરપાલિકાના કાયમી અને રોજમદાર સફાઇ કામદારો સહિત પેન્શનરો પોતાની માગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા જેના કારણે ગોધરા નગરમાં ચો તરફ ગંદકીના ઢગલા ખડકાયા હતા. અમદાવાદથી આવેલા અખિલ ગુજરાત જનરલ મજદૂર સંઘ યુનિયનના લીડર અને નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસરના ત્રણ કલાકના વાટાઘાટો બાદ હડતાળનો સુખદ અંત આવ્યો હતો. જેમાં ગોધરા શ્રમ અધિકારીના ઉપસ્થિતિમાં વિવિધ માંગણીઓ પૈકી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર બાંયધરી આપી હતી કે 30 થી 1 તારીખોની અંદર સફાઈ કામદારોના બે પગાર કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત 259 સફાઈ કામદારોના ઈપીએફ બાબતે પી.એફ ઓફીસમાંથી જે આધારકાર્ડ અને યુએએન માં કેવાયસીમાં ભૂલ થયેલ છે તેની અખિલ ગુજરાત જનરલ મજદૂર સંઘ યુનિયનના લીડર અને નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વડોદરા પી.એફ ઓફીસમાં જઈ નિરીક્ષણ કર્યા બાદ ઈપીએફ ના નાણાં જમા કરવામાં આવશે.

આ ઉપરાંત સફાઈ કામદારો ને હાજરી પત્રક કાર્ડ, પગાર સ્લીપ, સફાઈ કામદારો માટે સાધનો ટેન્ડર પ્રક્રિયા કરી સાધનો લાવવામાં આવશે. અને સફાઈ કામદારો માટે પાંચ જણની કમિટી તૈયાર કરવામાં આવશે અને દરેક કામદારના હિત માટે કરવામાં આવશે. પાંચ દિવસીય ચાલેલી હડતાળમાં સફાઈ કામદારો સાથે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સામાજિક કાર્યકર કમલેશભાઈ ચૌહાણ અને સંજયભાઈ તેહલ્યાણી નિસ્વાર્થ ભાવે ખડે પગે ઊભા રહી સફાઈ કામદારો સહકાર આપી ન્યાય અપાવ્યો હતો. આમ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની અને ચીફ ઓફિસર સહિત સિનિયર સેનેટરી ઇન્સપેક્ટર મૂકેશભાઈ પટેલ ઉપસ્થિતિમાં પાંચ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ નો સુખદ અંત આવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : મોડાસાની યુવતીના ન્યાય માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat

બોર્ડની માર્કશીટમાં માસ પ્રમોશનનાં ઉલ્લેખને લઇને મોટો ખુલાસો..જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!