Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રાઉડ ઓફ ગુજરાતના અહેવાલની અસર, ઘાસ મંડાઈ વિસ્તારમાં ઉભરાતી ગટરોની કામગીરી શરૂ..!

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૧૦ ના ઘાસ મંડાઈ ખાતેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોનું પાણી જાહેર માર્ગ ઉપર વહેતુ થતા સ્થાનિક વેપારીઓ અને રહેણાંક કરતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો, રસ્તા પર વહેતા ગટરના ગંદા પાણીના કારણે સ્થાનિકોના ધંધા રોજગાર ઉપર પણ અસર વર્તાઈ હતી, જે અંગેનો એક અહેવાલ અમારા થકી દર્શાવવામાં આવ્યો હતો.

સ્થાનિકોની સમસ્યાનો અહેવાલ સામે આવ્યા બાદ જ પાલિકાનું ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું હતું અને અહેવાલ આવ્યાના ૨૪ કલાકમાં જ સ્થળ પર ટિમો મોકલી ઉભરાતી ગટરોને બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

પ્રખ્યાત અભિનેતા સંજય મિશ્રા હવે ઘાશીરામ કોટવાલના નવા હિન્દી સંસ્કરણમાં નાના ફડણવીસની શક્તિશાળી ભૂમિકામાં જોવા મળશે.

ProudOfGujarat

વડતાલધામમાં પાંચ આરતી – રાસ અને કથાવાર્તા સાથે શરદોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ફટાકડા ફોડવાના રસિકો નિરાશ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!