Proud of Gujarat
FeaturedGujaratINDIA

1 જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધને 1 વર્ષ સુધી ટાળી દેવાની માંગ, નાના વેપારીઓએ સરકારને કરી રજૂઆત.

Share

વેપારી સંઘ કન્ફેડરેશન ઓફ ઓલ ઈંડિયા ટ્રેડર્સે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર 1 જૂલાઈથી લાગતા બેનને એક વર્ષ સુધી ટાળી દેવાની માંગ કરી છે, તેના માટે સંઘે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પત્ર પણ લખ્યો છે. સાથે જ કેન્દ્ર પાસેથી આ સંબંધમાં એક સમિતિ બનાવાનો પણ આગ્રહ રાખ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ સમિતિમાં સરકારી અધિકારીઓ અને હિતધારકોના પ્રતિનિધિઓ હશે, જે એક નિશ્ચિત સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરશે. વિકલ્પ મળ્યા બાદ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થઈ શકશે.

Advertisement

કેટે કહ્યું છે કે, તેમાં કોઈ શંકા નથી કે, પર્યાવરણ પ્રદૂષણને ઘટાડવા માટે સુધારાત્મક પગલા ઉઠાવવા જોઈએ, જોકે કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ લગાવતા પહેલા તેના વિકલ્પ પર વિચાર કરવો જોઈએ. કેટના જણાવ્યા અનુસાર, સિંગલ યુઝ પ્લાસ્ટિક નિર્માણ ઈન્ડસ્ટ્રી વાર્ષિક આધાર પર 60,000 કરોડ રૂપિયાની છે અને તેનાથી લાખો લોકોને રોજગાર મળે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ફક્ત ખાનગી નહીં પણ સરકારી એકમો અને સંસ્થાઓમાં પણ મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. કોઈ વિકલ્પ વગર તેના બંધ કરી દેવું યોગ્ય નથી, તેથી તેના માટે પહેલા તેના વિકલ્પો શોધવા અત્યંત જરૂરી છે.


Share

Related posts

અંકલેશ્વર : માં શારદા ભવન હોલ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં ફાયર વિભાગનો સપાટો યથાવત રાખવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં યુવાને લોક ડાઉનનાં સમયનો કઈ રીતે ઉપયોગ કર્યો જાણો !!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!