Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત સ્કિલ સંવાદ યોજાયો.

Share

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન( N.S.D.C.)દ્વારા “કૌશલ ભારત સશક્ત ભારત”ની થીમ આધારિત સ્કિલ સંવાદનું આયોજન હોટેલ રેજેન્ટામાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નેશનલ સ્કિલ ડેવલમેન્ટ કોર્પોરેશન( N.S.D.C.) દ્વારા આ પ્રકારનાં સ્કીલ ડેવલપેન્ટના સંવાદની પહેલ ઔદ્યોગિક એકમના વિકાસ માટે ઉમદા શરૂઆત છે. આ પ્રકારના સંવાદથી ડિગ્રી તથા સર્ટિફિકેટ ધરાવતા યુવક યુવતીઓને પોતાના એકેડેમીક વાતાવરણમાંથી પ્રોફેશનલ બનાવવાં માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણા દેશમાં મૂડીરોકાણ તો ખૂબ આવે છે પરંતુ તે પ્રમાણે કૌશલ્ય ધરાવતા માનવ સંશાધનની અછત દેશમાં વર્તાય છે.આ અછતને દૂર કરવા માટે જ આ પ્રકારના સંવાદની તાતી જરૂરિયાત છે.આ ઉપરાંત સરકાર તરફથી ચાલતા તાલીમ વર્ગોને પણ સંકલિત કરીને એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમણે જણાવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સીઓઓ વેદમણી તિવારીએ જિલ્લા કલેકટરશ્રીના ઉમદા પ્રયત્નોને આવકારીને પોતાના પ્રાસંગીક ઉદ્બોધનમાં જણાવ્યું કે, આગામી સમયમાં ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોને સ્કિલયુક્ત મેનપાવર મળી રહે તે માટે આ પ્રકારના સંવાદની શરૂઆત કરવામાં આવી છે. જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં આ પ્રકારની શરૂઆત આશિર્વાદ બનશે.

આ પ્રસંગે નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનનો કાર્યપધ્ધતિનો રૂપરેખા બતાવવામાં આવી હતી. આ કોન્કલેવમાં એ.આઈ.એ.ના પ્રમુખ રમેશ ગાબાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દવે સહીત વિવિધ ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 ની પરીક્ષાનું સમયપત્રક જાહેર.

ProudOfGujarat

આગામી લોકસભા ચૂંટણી-2024 સંદર્ભે અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો તાલીમ વર્કશૉપ યોજાયો

ProudOfGujarat

પ્રેસ-કોન્ફરન્સમાં રોનાલ્ડોએ કોકની બે બોટલ હટાવતાં કંપનીના શેર તૂટ્યા : કંપનીને 30 હજાર કરોડનું નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!