Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં આગ લાગતા દોડધામ.

Share

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં છાશવારે અકસ્માતે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, છેલ્લા એક સપ્તાહમાં દહેજ પંથકમાં આગ લાગવાની આજે બીજી ઘટના સામે આવી હતી. જોકે કંપની કર્મચારીઓની સમય સુચકતાના કારણે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

દહેજ પંથકના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં અચાનક આગ ફાટી નીકળતા એક સમયે કામદારોમાં ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટના અંગેની જાણ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના બે થી વધુ લાયબંબાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને તાત્કાલિક ધોરણે કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

બ્રેકિંગ : પોલીસ વિભાગમાં મોટા પાયે બઢતી અને બદલી: ભરૂચ જિલ્લામાં 8 પીએસઆઇની બઢતી સાથે બદલી, અન્ય 16 પીઆઇની પણ બદલી

ProudOfGujarat

મોરવા હડફના પીએસઆઈને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા

ProudOfGujarat

નડિયાદ : સિનિયર સિટીઝનને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!