Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલની MGM શાળા ખાતે રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

Share

પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલના હાલોલ ખાતે આવેલી MGM સ્કુલ ખાતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિજેતાઓને ઇનામ વિતરણ કરવામા આવ્યા હતા.

Advertisement

હાલોલ ખાતે આવેલી MGM હાઇસ્કુલ ખાતે
રમતોત્સવનું આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા
સેન્ટ બેસીલ ટ્રસ્ટ ના પ્રમુખ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.શાળાના આચાર્ય ફાધર મનુ વર્ગીસ જેકબ દ્વારા આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળા દ્વારા વિવિધ રમતોના આયોજનના ભાગરૂપે એથ્લેટીક્સ, સાઈકલીગ ,સેક-રેસ ,સહિતની રમતોમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.માત્ર બાળકો જ નહી પણ વાલીઓ માટે પણ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.અને વાલીઓ પણ રમતોમાં ઉત્સાહભેર જોડાયા હતા.જ્યારે શાળાના શિક્ષકો સંગીત ખુરશી રમીને તેમની બચપણની યાદોમાં ખોવાયા હતા.
સાથે અન્ય રમતો ક્રિકેટ, બાસ્કેટબોલ ની રમતોના વિજેતાઓને મેન-ઓફ-ધ-મેચ, મેન ઓફ ધ સિરીઝ, ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન્સ જાહેર કરીને ટ્રોફીઓ, મેડલ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને રંગેચગે રમતોત્સવનું સમાપન થયું હતું.


Share

Related posts

ભરૂચ નગરમાં અનેક વિસ્તારમાં ઝાડનાં ડાળખા પડતાં વીજ પુરવઠો ખોરવાયો જાણો કયાં ?

ProudOfGujarat

તિલકવાડા ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

ભરૂચમાં બાળાત્કાર ગુજારવાના કેસમાં ભરૂચ કોર્ટ દ્વારા આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!