Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવતા વિકાસ ના દેખાતા વિરોધ પક્ષ દૂરબીન લઈને વિકાસ જોવા નીકળ્યા.

Share

ભરૂચ નગરપાલિકાના સભા ખંડમાં આજે પાલિકાની સામાન્ય સભા યોજાઇ હતી, પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ ઉપર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સર્જાઈ હતી. નગરપાલિકાને લગતા વિવિધ ૨૫ જેટલા એજન્ડાઓ પાલિકાની જનરલ મિટિંગમાં મુકવામાં આવ્યા હતા.

જેમાં વહીવટી શાખા, એકાઉન્ટ શાખા, હાઉસટેક્ષ શાખા, ફાયર અને મોટર ગેરેજ શાખા, પ.વ.ડી શાખા, લાઈટ શાખા, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખા, વોટર વર્કસ શાખા, સ્ટોર શાખા તેમજ સીટી ઈજનેર શાખાને લગતા વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી, સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો શહેરના વિકાસના પ્રશ્ને સહિત રોડ રસ્તા જેવી સમસ્યાઓ મામલે એક સમયે ચર્ચામાં આમને સામને આવી ગયા હતા।

Advertisement

વિપક્ષના સભ્યોએ પાલિકાનું સત્તા પક્ષ શહેરમાં વિકાસ કરવામાં નિષ્ફળ ગયું હોવાના આક્ષેપો કર્યા હતા તો બીજી તરફ સત્તા પક્ષ તરફથી શહેરમાં વિકાસ થયો જ છે તેમ જણાવતા વિપક્ષના સભ્યોએ સભાગૃહમાં દૂરબીન કાઢી વિકાસને શોધવા માટેના હાસ્યાસ્પદ અંદાજમાં વિરોધ પ્રદર્શન કરતા પાલિકાની સામાન્ય સભા લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744


Share

Related posts

છોટાઉદેપુર એલ.સી.બી પોલીસે ઘેલવાંટ ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ની મેટ્રિક્સ ફાઈન કેમ ફેકટ્રીમાં એન ડી પી એસ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડી પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા નું મેફે ડ્રોન પાવડર અને તેને બનાવા માટેનું કેમિકલ તથા કાચો માલ મળી કુલ રૂપિયા ૭ કરોડ ઉપરાંતનો ડ્રગસનો મુદ્દામાલ જપ્ત કર્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે….

ProudOfGujarat

વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 10 નું 73.53 ટકા પરિણામ અને એમ.એમ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું 79.50 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!