Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર એલ.સી.બી પોલીસે ઘેલવાંટ ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા

Share

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘેલવાંટ ગામ પાસેથી રૂપિયા ૧,૮૨,૭૯૬ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. વી.બી. કોઠીયા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એસ.ડામર તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ બાતમીના આધારે એલ.સી.બી પોલીસ ટીમ દ્વારા ઘેલવાંટ ગામ પાસે વોચ રાખી હતી ઉપરોક્ત ગાડી આવતા ગાડીને ઝડપી પાડી રૂપિયા ૧,૮૨,૭૯૬ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટ્રક સાથે મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૯,૮૬,૭૯૬ નો મુદ્દામાલ કબજે કરી અશોકભાઇ ભઇલાલભાઇ રાઠવા રહે.સુરા તા.હાલોલ જી.પંચમહાલ તેમજ કરશનભાઇ ઉર્ફે ક્રીષ્નાભાઇ સાલુરામ સેલાણા રહે. હાલોલ જી.પંચમહાલ નાઓની ધરપકડ કરી છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભારે વરસાદની આગાહીને લઇ ગીર સોમનાથ જિલ્લામાં NDRF ની ટીમ તેનાત.

ProudOfGujarat

વડોદરા : કરજણ નગરમાં સરકારની ગાઈડલાઈન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

વંચિત રહેલા TAT પરિક્ષાર્થીઓને તક આપવા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ મુખ્યમંત્રી, રાજયપાલ અને શિક્ષણ મંત્રીને કરી લેખિત રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!