Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ આત્મીય સંસ્કારધામ બહાર હરિભક્તો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા

Share

ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કાર ધામના દ્વાર ભજન, કીર્તન, સભા અને સત્સંગ માટે બંધ કરવામાં આવતા આજે મંગળવારથી 200 થી વધુ હરિભક્તો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. બંધ કરાયેલા કપાટ સામે જ માંડવો, બેનરો, પ્લે કાર્ડ સાથે 200 હરિભક્તોએ ટ્રસ્ટીઓ અને પ્રમુખ સામે મોરચો ખોલ્યો છે. ટ્રસ્ટીઓ અને પ્રમુખે આત્મીય સંસ્કાર ધામનો હેતુફેર કર્યો હોય તેઓને બરખાસ્ત કરવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે.

આગામી રવિવારે 10 હજાર હરિભક્તોએ ઝાડેશ્વર સાંઈધામથી ભજન કીર્તન સાથે રેલી કાઢવાનું એલાન કર્યું છે. સમગ્ર શહેરમાં રેલી ભ્રમણ કરી કોલેજ રોડ આત્મીય સંસ્કાર ધામ પોહચશે. જ્યાં હરિભક્તો માટે બંધ કરાયેલા દ્વાર ખોલવા રજુઆત કરાશે.

Advertisement

Share

Related posts

આજથી ચાર દરવાજા વિસ્તારમાં બપોરે 4થી રાતના 9 સુધી ફોર વ્હીલર ઊભા રાખવા પર પ્રતિબંધ, રિકશા- સિટી બસ માટે નો એન્ટ્રી

ProudOfGujarat

અંકલેશ્વરમાં અગ્નિ તાંડવ : જીઆઈડીસી માં આવેલ નિરંજન લેબોરેટરી સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

વિરમગામ શહેર ભાજપ દ્વારા છાસ વિતરણ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!