Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઝાંખરડા ગામે બાળકોને ઉંટ ગાડીમાં બેસાડી અનોખી રીતે શાળા પ્રવેશ ઉત્સવની કરાઈ ઉજવણી.

Share

ઓગણીસા, બોરિયા, વેરાવી ખાતે માંગરોળ તાલુકાના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરિયા એ બાળકોને કુમકુમનું તિલક કરી બાળકોને આવકાર્યા હતા.
માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામે ધોરણ એકમાં પ્રવેશ લેનારા બાળકોને ઊંટ ગાડીમાં બેસાડી વાંજતે ગાજતે અનોખી રીતે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઈ હતી.

ઝાંખરડા પ્રાથમિક શાળાના આચાર્ય મોહમ્મદ સઈદ ઈસ્માઈલ અને શાળા પરિવાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-1 મા પ્રવેશ લેનારા બાળકોને ઊંટ ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા અને ડી જે સંગીતના તાલે ગ્રામજનોએ નાચી ઝૂમી ઉત્સવ મનાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દીપકભાઈ વસાવા, ગામના સરપંચ જગદીશભાઈ વસાવા, નજીરભાઈ મલેક, મરજીનાબેન મલેક, સહદેવ વસાવા, અર્જુન વસાવા, ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરીયા, સરપંચ સોમાભાઈ ચૌધરી, કેલ્યા કાકા, વનિતા બેન, મહેશ ગામીત તેમજ સ્ટાફગણ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

બજાજ ફાયનાન્સ લિમિટેડના નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો

ProudOfGujarat

વડોદરામાં ગાજરાવાડી વિસ્તારના રહીશોએ સોસાયટીની રજૂઆત કરતા કાઉન્સિલરે આપી ધમકી.

ProudOfGujarat

સુરત: વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિએ 7500 રૂપિયામાં ખાનગી સંસ્થા પાસેથી ‘બેસ્ટ પ્રિન્સિપાલ’નો ખરીદ્યો એવોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!