Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર ગામ કન્યા શાળામાં ઈકો ફ્રેન્ડલી આરતી શણગાર સ્પર્ધા યોજાઈ.

Share

ઝાડેશ્વર ગામમાં આવેલ કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચની બહેનો દ્વારા દશામાં ના વ્રત નિમિત્તે કરવામાં આવતી આરતીના શણગારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા કુદરતી રંગો, ફુલો તથા ઈકો ફ્રેન્ડલી વસ્તુઓના ઉપયોગથી આરતીનો શણગાર કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટના ચેરમેન શિતલબેન ગોસાલિયા, નિપાબેન ભાવસાર અને ભાવનાબેન સાવલિયા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સંસ્થાપક હેમાબેન પટેલ, સંસ્થાના બહેનો તથા કન્યા શાળાના શિક્ષકો એ ઉપસ્થિત રહી વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ધર્મ સાથે પ્રકૃતિના રક્ષણનો શુભ સંકલ્પ કરાવવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામના સ્થાનિક લોકોની રેતીની ટ્રકોની અવરજવર અટકાવવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

ભરૂચ આઇનોક્ષ પાસેથી બુલેટની ચોરી કરનાર બે શખ્સોને પકડી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

કર્તવ્ય નિષ્ઠાનું ઉતમ ઉદાહરણ:સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સુધી નોકરી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!