Proud of Gujarat
FeaturedGujaratINDIA

અપના કામ બનતા ભાડ મૈં જાય જનતા….ભરૂચ નગરપાલિકામાં લાલિયાવાડી, બપોર બાદ મોટાભાગના અધિકારીઓ કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની ઉઠી બૂમ.

Share

ભરૂચ નગરપાલિકા અવારનવાર કોઈક ને કોઈક બાબતે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે, નગરપાલિકામાં જતા અરજદારો પણ આજકાલ પાલિકા પ્રત્યે નાખુશ થતા હોય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે, સામાન્ય રીતે કોઈ પણ સરકારી વિભાગનો સમય સવારે ૧૧ થી ૬ કલાક દરમિયાનનો હોય છે તેમાં પણ કર્મચારીઓ અને અધિકારીઓ માટે એક કલાક જેટલો લંચ ટાઈમનો બ્રેક આપવામાં આવે છે, પરંતુ ભરૂચ નગરપાલિકામાં તો ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ નગરપાલિકામાં અધિકારીઓથી લઈ મોટાભાગના કર્મચારીઓ માત્ર સવારથી બપોરે ૩ વાગ્યા સુધી જ પોતાની ફરજ પર આવતા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે મોટાભાગના દિવસો એ ભરૂચ નગરપાલિકા ખાતે બપોર બાદ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના ફરજ સ્થળે હાજર મળતા નથી જેને લઈ જે તે વિભાગમાં આવતા શહેરીજનો અને અરજદારોને તકલીફોનો સામનો કરવા સાથે પોતાની અરજીઓ અને રજૂઆતો કરવા માટે બીજા દિવસે પહોંચવું પડે તેવી સ્થિતિનું સર્જન થાય છે.

Advertisement

પ્રજાની સુખાકારી માટે પ્રજાના ટેક્સના પૈસાથી ચાલતી અને તગડો પગાર મેળવતા કર્મચારીઓ અધિકારીઓને જાણે બપોર સુધી જ પોતાની ફરજ નિભાવવી છે અને બપોર બાદ ફરજ પર દેખાવવું જ નથી તે બાબત લોક હિત વિરોધી હોવાનું જણાઈ રહી છે, આ પ્રકારે ચાલતી પાલિકાની લાલિયાવાડી સામે ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન ઉપર લઇ પાલિકામાં સરપ્રાઈઝ વિઝીટ કરી જે તે કર્મીઓ ગેરહાજર હોય તેઓ સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવાની ટાતી જરૂર આ પ્રકારની કર્મચારીઓની ગેરહાજરી અંગેની ઉઠેલી બુમો બાદથી જણાઈ રહી છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નગરપાલિકાના લઘુમતિ કોર્પોરેટર દ્વારા ઈફ્તાર પાર્ટી યોજાઈ.

ProudOfGujarat

નવસારી-મહિલાને ડરાવી દાગીના રોકડ મળી1.62 લાખની છેતરપિંડી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકના એએસઆઇ ૪૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!