Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વાગરાના પહાજ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અન્ય એક ઘાયલ.

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં દર ૨૪ કલાકે અકસ્માતની ઘટનાઓ બનતી સામે આવી રહી છે, કેટલાક બનાવોમાં કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લેવા મજબૂર બની રહ્યા છે, તે જ પ્રકારની અકસ્માતની વધુ એક ઘટના વાગરા તાલુકામાં માંથી સામે આવી છે.

વાગરાના પહાજ ગામ પાસે આજે સવારના સમયે અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં બ્રેઝા કારનું ટાયર ફાટતા કાર સામે આવી રહેલ બાઇકમાં ઘુસી ગઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે, આ અકસ્માતમાં બાઇક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, તેમજ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Advertisement

અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોક ટોળા જામ્યા હતા તેમજ ઘટનાની જાણ વાગરા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મામલે નોંધ લઇ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99254 22744


Share

Related posts

CELEBRATING UNITY THROUGH SPORTS અંર્તગત અંકલેશ્વર ખાતે ૩૬ માં નેશનલ ગેમ્સ કાર્યક્રમની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ચાવજ ગામેથી મળેલાં ઝારખંડના માનસિક બિમાર યુવાનનો પરિવાર સાથે મેળાપ

ProudOfGujarat

HOMEOSTASIS -2023 સ્પર્ધામાં મોરબીની GMERS કોલેજનો ડંકો, રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!