Proud of Gujarat
FeaturedGujaratINDIApolitical

જાઓ પહેલે સરપંચો કી સાઇન લે આવો…” એવો કોઈ રાજકીય ફત્વો હશે.??..

Share

ધારાસભ્ય બનવા માટે સરપંચોના અભિપ્રાય જ મહત્વના હોય તેમ ભાજપના ટિકિટ વાંછુઓ વર્તી રહ્યા છે. સરપંચોના લેટરપેડ પર પોતાના નામની ભલામણ લખાવી નિરીક્ષકો સામે રજૂ કરવાનો સીલસીલો આજે વાગરા વિધાનસભાનાં ઉમેદવાર દ્વારા પણ યથાવત રહ્યો હતો.

એક સમયે કોંગ્રેસની ફેવરેટ સીટ ગણાતી વાગરા વિધાનસભા બેઠકને ભાજપના અરુણસિંહ રણાએ આંચકી લીધા બાદ આજે પણ કોંગ્રેસ સંઘર્ષ કરે છે જ્યારે ભાજપ ગમે તે રીતે મેનેજ કરે છે. ગઠજોડમાં માહેર અરુણસિંહ રણા પોતાના માતૃપક્ષ કોંગ્રેસને એક પણ ચાન્સ આપવા માંગતા નથી. એક સમયના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા અરુણસિંહ રણા રાજકારણની નસે નસથી વાકેફ છે છતાં કોઈ ચાન્સ લેવા ના માંગતા હોય તેમ 125 ઉપરાંત સરપંચોના અભિપ્રાયો સાથેના લેટરો અને ખુદ સરપંચોને નિરીક્ષકો સમક્ષ રજૂ કરી દીધા હતા. જો થોડા કાચા પડે તો હારનો સામનો કરવો પડે તેવી વાસ્તવિકતા અરુણસિંહ જાણે જ છે. યાદ અપાવી દઈએ ભૂતકાળમાં તેઓ ભરૂચ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર હતા અને હારનો સામનો કરી ચૂક્યા છે.

Advertisement

વાગરા વિધાનસભા અંતર્ગત આવતી જીઆઇડીસીઓમાં સ્થાનિક લોકોને નોકરીનો પ્રશ્ન, લેન્ડ લુઝર્ષની પડતર માંગણીઓ, છાશવારે કામદારોની ઉભરી આવતી સમસ્યાઓ, ફેક્ટરીઓમાં ધડાકા, ઉબડખાબડ રોડ રસ્તા જેવા અનેક પ્રશ્નો હજુ પણ યથાવત છે ત્યારે તેના ઉકેલ માટે સરપંચોની સલાહ કે સૂચનો લેવાતા હશે કે કેમ તે તો અરુણસિંહ જ જાણે પરંતુ પોતાની ખુરશી બચાવવાની વાત હોય ત્યારે સામ દામ દંડ ભેદના મહેર વર્તમાન ધારાસભ્ય નિરીક્ષકો સામે શક્તિ પ્રદર્શન કરતા પણ અચકાયા નથી. કોઈ છૂપો ભય સતાવતો હોય તેમ આજનુ ધારાસભ્યનું વર્તન હતું.

એકી ઝાટકે આખું પ્રધાનમંડળ બદલી નાખતી ભાજપમાં ટિકિટ મળી જ જાય તેવી કોઈ ખાતરી ( કોઈને પણ ) નથી. ઉપરાંત જીતની ઓછી લીડ અને થર્ડ ફેક્ટર તરીકે આપ પાર્ટીની સક્રિયતા વર્તમાન ધારાસભ્યના ભયનું કારણ હોઈ શકે. સામે પક્ષે કોંગ્રેસ પણ અંદરખાને મજબૂતાઈ મેળવી રહી છે તેથી વાગરા બેઠક પર કાંટે કી ટક્કર સર્જાવાનો પૂરેપૂરો અવકાશ છે. આ સ્થિતિમાં ઝનૂનથી ઝઝૂમવું જ પડે અને અરુણસિંહ એ જ કરી રહ્યા છે. આ બેઠક પર આપ પાર્ટીનાં મતો ઉમેદવાર ની હાર જીત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.


Share

Related posts

“સ્પ્રે નોઝલ” નો ઉત્પાદન કરતી જર્મન ટેકનોલોજીની કંપની LECHLER ઇન્ડિયા પ્રા.લિ. નું ઉદ્ધાટન આજરોજ દહેજના રહિયાદ ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર: સુરુચિ હોટલમા ખાવાની સબ્જીમાં જીવ-જંતુ નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી…

ProudOfGujarat

ગોધરા : કોંગ્રેસની કામગીરીનો વ્યાપ વધારવા કોંગ્રેસપક્ષના નિરીક્ષકો અને તાલુકા પ્રમુખોની મિંટીગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!