Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “100 % BHARUCH” ની માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશો આપ્યો.

Share

ભરૂચ જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન અને સ્વિપ નોડલ અધિકારી ડૉ. દિવ્યેશ પરમારના રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય ડૉ. મહેશ ઠાકર તથા શાળાના પરિવાર દ્વારા “100 % BHARUCH” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “100 % BHARUCH” ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર આવેલ આર ટી ઓ નજીક ના શોપીંગ ખાતે બેકાબુ બનેલા ટેન્કરે દુકાન સહીત વાહન માં ઘુસાડી દેતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો ………..

ProudOfGujarat

નડિયાદ કલેકટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

અંકલેશ્વર : મીરાનગરથી ગુમ બાળકી મુસ્કાનની તપાસ અર્થે એસ.પી જાતે પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!