Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસ લડે છે…આમોદ કોંગ્રેસના ઉમેદવારની સભામાં બે જૂથ વચ્ચે દે ધના ધન, ઉમેદવારે સ્થળ છોડી ચાલતી પકડી.

Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ઠેરઠેર રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારના છેલ્લા તબક્કામાં મેરોથોન રેલીઓ અને સભાઓ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાન ને જે તે પાર્ટીના ઉમેદવારો દ્વારા પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે, તેવામાં જંબુસર વિધાનસભા બેઠકનું રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યું છે.

જંબુસર-આમોદ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકી ગતરાત્રીના સમયે આમોદના પુરસા નવી નગરી વિસ્તારમાં પોતાના પ્રચાર અર્થે ગયા હતા જ્યાં તેઓ માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જાહેર સભા ચાલુ થાય તે પૂર્વે જ કોંગ્રેસનો આંતરિક કકળાટ સામે આવ્યો હતો, જ્યાં ખૂબ ઉમેદવારની હાજરીમાં જ બે જૂથ છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા.

Advertisement

અચાનક બંને જૂથો બાખડી પરતા એક સમયે સભા સ્થળે લોકોમાં નાસભાગ સર્જાઈ હતી, અચાનક આંતરિક માહોલ ગરમાટો જોઇ કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ પણ ચાલતી પકડી સભામાંથી નીકળી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સંજય સોલંકીની રેલી દરમિયાન મારામારીની ઘટના બની ચુકી છે, જે બાદ વધુ એક ઘટના આમોદ ખાતેની સભામાંથી સામે આવતા હાલ કોંગ્રેસ ચૂંટણી પછી લડશે પરંતુ પહેલા અંદરોઅંદર લડી રહી છે તેવી ચર્ચાઓ મત વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

પ્રદુષિત પાણીનો સિલસિલો યથાવત : અંકલેશ્વર જીઆઇડીસી પાસે વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા યોજવા અંગેના વિપક્ષે આપેલ 72 કલાકનાં અલટીમેટમનો અંત થતાં વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ પાસે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!