Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડોનેશિયાના બાલી ખાતે એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો.

Share

શૈક્ષણિક ક્ષેત્રે ભરૂચ ઉપરાંત ગુજરાતમાં એક આગવું નામ ધરાવતા ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિએ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઇન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સ પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

ડૉ. ભગુભાઈ પ્રજાપતિ શિક્ષણના ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. ૧૩ વર્ષ શિક્ષક અને 22 વર્ષ આચાર્ય તરીકેનો બહોળો અનુભવ ધરાવતા ડૉ. ભગુભાઈ પ્રજાપતિ હાલ ભરૂચની નારાયણ વિદ્યાલયમાં ડાયરેકટર તરીકે સેવા આપે છે. શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પ્રાણ ફૂંકવાના તેમણે પ્રયાસો કર્યા છે. શૈક્ષણિક હેતુસર તેમણે અત્યાર સુધીમાં ૧૬ જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. અનેક દેશોએ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી તેમને સન્માનિત કર્યા છે.

તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે એક એવોર્ડ સમારોહમાં એસોસિએશન ફોર ઇકોનોમિક ગ્રોથ ઘ્વારા ભારતના વિવિધ ક્ષેત્રના ૧૬ જેટલા તજજ્ઞોને સન્માનિત કરાયા હતા. જેમાં બાલીના અધ્યક્ષ વાય.એન.સુકર્તા, પૂર્વ ડિપ્લોમેટ એમ્બેસેડર ડૉ. વી.બી.સોની અને ઓફીસ ઓફ કાઉન્સિલેટ જનરલ ઓફ ઇન્ડિયા ટુ બાલી વાઇસ ચાન્સેલર લૌકેશ કુમારની હાજરીમાં ડૉ. ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સનો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા.

Advertisement

ડૉ. ભગુભાઈ પ્રજાપતિએ બાલી ટાપુ અંગે જણાવ્યું હતું કે અખંડ ભારતના ૧૫ જેટલા વિભાજન થયા હતા. તેમનો એક ભાગ એટલે બાલી છે. બાલીમાં ૮૦ ટકા હિન્દૂ ધર્મ સાથે જોડાયેલા લોકો છે. બાલી ટાપુ ચારે તરફ અફાટ સમુદ્રની વચ્ચે અપાર કુદરતી સંપત્તિ ધરાવે છે. ભગવાન બુદ્ધ સહિત વિવિધ દેવ દેવીઓના અનેક વિશાળ મંદિરો અહીં જોવા મળે છે.લોકો શાંત અને શ્રધ્ધાળુ છે. બાલીમાં મોટા ભાગે હનુમાનજીની મૂર્તિઓ છે. જે જોતા રામાયણ કાળ સાથે બાલીનું જોડાણ હોય તેમ લાગે છે.


Share

Related posts

વિરમગામ નજીક વડલા ગામે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ સુઘારણા મંડળ આયોજીત મહાસંમેલન યોજાયુ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના પૂરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરતના રહેવાસીઓ દ્વારા સહાય કરાઇ

ProudOfGujarat

રાજપીપળા નગરમાં શાંતિ જળવાઈ રહેતે હેતુથી પોલીસને સહયોગ આપી મુસ્લિમ સમાજ દ્વારા રેલી મોકૂફ રખાઈ નર્મદા જિલ્લાકલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!