Proud of Gujarat
INDIAFeaturedGujarat

મોબાઈલ અને બાઇક લૂંટના ગુન્હામાં ત્રણ આરોપીઓને પાનોલી પોલીસે ઝડપી પાડયા.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી લાસે મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ડીઓ બાઇક લઇ પસાર થઇ રહેલ મંજુબેન પરમારને વચ્ચે જ આંતરી લઇ તેઓ પાસેથી મોબાઇલ ફોન અને બાઇક લઇ ત્રણ ઈસમો ભાગી રહ્યા હતા દરમિયાન મંજુબેને અન્ય મોટરસાયકલની મદદથી તમામ આરોપીઓનો પીછો કર્યો હતો, ત્યારબાદ તેઓએ આરોપીઓની બાઇકને ટક્કર મારતા તમામ ઈસમો નીચે પટકાયા હતા.

જે બાદ તમામ ઇસમોને પકડવાના પ્રયાસ કરવામાં આવતા તેઓએ મંજુબેન સાથે ઝપાઝપી કરી તેઓને ચપ્પુ બતાડી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી મોટરસાયકલ અને મોબાઈલ લઇ ફરાર થયા હતા,જે અંગેની ફરિયાદ પાનોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટને અંજામ આપનારા ત્રણેય લૂંટારુઓને ઝડપી પાડયા હતા.

Advertisement

પાનોલી પોલીસે મામલે (૧) રાહુલ કુમાર ઉર્ફે કાલુ જીતેન્દ્ર ભાઈ વસાવા રહે કોસંબા,સુરત (૨) કિશન કુમાર ભરતસિંહ ચૌહાણ રહે,કોસંબા,જી સુરત તેમજ મિતેશકુમાર ઉર્ફે બીજલી વસાવા નાઓની ધરપકડ કરી તમામ પાસેથી મોટરસાયકલનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ભરૂચ : દહેજ પાસે લુવારા ગામ નજીક ખુલ્લા પ્લોટમાં રિલાયન્સ કંપની દ્વારા લેબર કોલોની બનાવવાની તજવીજ શરૂ થતાં સ્થાનિકોનો વિરોધ

ProudOfGujarat

અંકલેશ્વરના સરકારી અનાજના ગોડાઉનમાંથી રેશનિંગના જથ્થાનો કાળબજાર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું

ProudOfGujarat

ભરૂચ-આમોદ ના મછાસરા નવી નગરી વિસ્તાર માં ડબલ મર્ડર ની ઘટના થી ચકચાર-જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!