Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ.

Share

ભરૂચ જિલ્લામાં આજે સવારથી જ અગ્નિ તાંડવ જોવા મળ્યું હતું. સવારના સમયે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સોલ્વન્ટના એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી તો તેના ગણતરીના સમયમાં જ ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી કંપનીમાં પણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.

ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પેટ્રોકેમ કંપની waxoil માં આજરોજ અચાનક આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકો સહિત કર્મચારીઓમાં નાસભાગ મચી હતી, જોત જોતામાં આગ વિકરાળ બનતા આગના ધુમાડાના ગોટેગોટા દુરદુર સુધી નજરે પડ્યા હતા.

ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ના કર્મીઓએ લાય બંબા લઇ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાની તજવીજ શરૂ કરી હતી. હાલ આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણી શકાયું નથી જોકે આગના પગલે કંપનીમાં મોટું નુકશાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

મેહુલિયો મન મૂકીને વરસ્યો : ભરૂચ શહેરમાં વટ સવિત્રીના રોજ વરસાદની તોફાની બેટિંગ : વાતાવરણમાં ઠંડક પ્રસરી…!!

ProudOfGujarat

ભરૂચમાં આજથી 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ…

ProudOfGujarat

પી.એમ મોદીની વડોદરા મુલાકાત પહેલા નવલખી મેદાનમાં હેલિપેડ પર રિહર્સલ માટે હેલિકોપ્ટર આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!