Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની કૃષિ મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મશરૂમ દિવસની ઉજવણી કરી.

Share

મશરૂમ દિવસની ઉજવણી ૧૫ ઓકટોબરનાં રોજ કરવામાં આવે છે, પરંતુ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હીના વિવિધ કેન્દ્રો દ્વારા દર વર્ષે ૨૩ ડિસેમ્બરનાં રોજ કરવામાં આવે છે, તે હેતુસર કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના અનુસ્નાતક કક્ષાનાં પાક સંરક્ષણના વિદ્યાર્થીઓ દ્વારા વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ હેઠળ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મશરૂમ યોજનામાં પ્રથમ વખત કોલેજ લેવલે એક અનોખું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીનાં સંચાલક મંડળના સભ્ય ડો. જે.જી. પટેલ તેમજ એકેડેમિક કાઉન્સિલનાં સભ્ય, ડો. વી.એ. સોલંકીની ખાસ ઉપસ્થિત રહી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન, મશરૂમનાં નમૂનાઓ ભેગાં કરવાં તેમજ વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓને મશરૂમની અગત્યતાથી અવગત કરે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ભાગ લેનાર સર્વેને તેમજ બધાં સ્ટાફગણોને મશરૂમનું સુપ પીવડાવી તેના દ્વારા તંદુરસ્તીને પોષણ મળે તે સમજાવવાનો પ્રયાસ કર્યો.

આ પ્રસંગનું સુચારુરૂપ સંચાલન ડો. એ.ડી. રાજ, આચાર્ય, પોલટેક્નિક ઇન એગ્રીકલચર, ભરૂચ તેમજ કૃષિ કોલેજના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગના વડા, ડો. ડી. એમ.પાઠકનાં માર્ગદર્શન હેઠળ મદદનીશ પ્રાધ્યાપકો ડો. જે.આર. પંડ્યા અને ડો. આર.આર. વાઘુન્ડે દ્વારા વિદ્યાર્થીઓને મશરૂમની વિગતવાર માહિતી પુરી પાડી કરવામાં આવ્યુ. આ પ્રસંગના આયોજન માટે કૃષિ કોલેજનાં આચાર્ય ડો. ડી.ડી. પટેલ સર્વે વિદ્યાર્થીઓ તેમજ સટાફને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે સખીદા કોલેજમાં બેબી કેર શરૂ કરાતા નૂતન માનવીય અભિગમને શૈક્ષણિક વિદોએ વધાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે કાનમ મારવાડી વરકણ સમાજનું સ્નેહમિલન સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચની અવધૂત નગર સોસાયટીનાં ગેટ નજીક કાર ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!