Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સામે એર્લટ : ભરૂચની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ.

Share

વિશ્વમાં કોરોના મહામારીની અસર વર્તાઇ રહેલ છે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવા જોખમ અંગે ફરી ચેતવણી આપી છે. જો જિલ્લામાં કોરોના સંબંધિત કેસો અથવા શ્વાસ સંબંધિત રોગોના દર્દીઓમાં અચાનક વધારો થાય છે. તો તે આપણા માટે જોખમકારક સાબિત થઈ શકે છે. તેથી જિલ્લાની તેમજ તાલુકા કક્ષાની તમામ હોસ્પિટલોએ સાવચેતી અને સતત નજર રાખવાના ભાગરૂપે તેમજ આવનારી સંભવિત અસર જિલ્લા પર થઈ શકે જેની પૂર્વતૈયારીના ભાગરૂપે એક જ દિવસે ભરૂચ જિલ્લા કક્ષાએ મોકડ્રીલનું આયોજન કરાયું હતું.

ભરૂચ જિલ્લામાં કોવિડને ધ્યાને લઈ આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ અંર્તગત ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકી અને ઓક્સિજન વિતરણ નેટવર્કની તપાસ કરવા માટે પરિસરની અંદર મોકડ્રીલ હાથ ધરી હતી. તે સાથે એમપીજીએસ, ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિંડર, જરૂરી દવાઓ અને લોજીસ્ટીકની ઉપલબ્ધી, પી.પી.ઈ. કીટની ઉપલબ્ધી તેમજ ઉપલબ્ધ સ્ટાફની તાલીમ/ ઓરીએન્ટેશન જેવી બાબતો આવરી લઈ તમામ પાસાની ચકાસણી કરવામાં આવી હતી.

જિલ્લાની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અભિનવ શર્માએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં હાલમાં કોઈ દર્દી દાખલ નથી અને છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં કરવામાં આવેલા RTPCR ટેસ્ટમાં કોઈ પોઝિટિવ કેસ બહાર આવ્યો નથી. દર્દીઓના પ્રવાહના કિસ્સામાં અમે ૫૦ બેડ તૈયાર રાખ્યા છે જે આગામી સમયમાં ૨૦૦ બેડ સુધી લઈ જવામાં આવશે. તે સાથે ૮૦ જેટલા વેન્ટિલેટર છે. તે ઉપરાંત અમારી પાસે ૨૭ થી વધુ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ઉપલબ્ધ છે. અમારી પાસે ૧૬૬૮ લિટર ઓક્સિજન જનરેશન પર મિનિટ ઓક્સિજનનો પરિસરમાં સંગ્રહ કરવાની સુવિધા છે. બધા કામ કરી રહ્યા છે અને વિતરણ વ્યવસ્થા પણ સારી રીતે કામ કરી રહી છે.

Advertisement

વધુમાં તેમણે જણાવ્યું છે કે, સારા સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં RTPCR પરીક્ષણમાં કોઈને દાખલ કરવામાં આવ્યા નથી અને કોઈ પોઝિટિવ કેસ બહાર આવ્યો નથી. અમે દરેકને ફરી એકવાર માસ્ક પહેરવા, હાથ ધોવા અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાની કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરીએ છીએ.

મોકડ્રીલના સમયે જિલ્લા આરોગ્ય અધિકારી જે. એસ. ધુલેરા, મેડીકલ કોલેજ સુપિટેન્ટેટ આર.કે બસંલ, હોસ્પિટલના સ્થાનિક પી.આર.આઈ. સભ્યો, તેમજ વિભાગના વડાઓએ વગેરે હાજરી આપી હતી.


Share

Related posts

ગ્રામિણ વિસ્તારના બાળકોનું શિક્ષણ સ્તર ઉચું લાવવા શૈક્ષણિક કાર્ય કરી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ બનાવતા કેળવણીકાર દિનેશ બારીઆ.

ProudOfGujarat

સુરત શિવસેનાના કાર્યકર્તાઓ ડુંગળીના ભાવ વધારાના વિરોધમાં સુરત ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ વહેલી તકે મળે એ માટે ઓનલાઈન મીટિંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!