Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાના અભાવે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવતા લોકોને હાલાકી

Share

નેત્રંગમાં વાહન પાકિઁગની સુવિધાના અભાવે વાહનચાલકોની બદ્દતર હાલત થઇ જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની ગણના મુખ્ય વેપારી મથક તરીકે થાય છે.જેમાં નેત્રંગ ગામમાં મુખ્યત્વે જવાહર બજાર,ગાંધી બજાર, જીન બજાર અને ચારરસ્તા ઉપર પાનના ગલ્લાઓ,કપડા,અનાજ-કરીયાણા,ઇલેટ્રોનિકસની દુકાનો અને ઠેર-ઠેર ફળો-શાકભાજીની લાળીઓ સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો આવેલી છે.વહેલી સવારથી નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરના ૭૮ ગામમાં વસવાટ કરતાં લોકોની બજારમાં કોઇપણ પ્રકારના કામ સહિત ખરીદી અથઁ સતત અવર-જવર રહેતી હોય છે.જેમાં બજારમાં આવતા લોકો મુખ્યત્વે પોતાના માલીકીના ખાનગી વાહનનો ઉપયોગ કરતા હોય છે,જેથી નેત્રંગમાં વાહન પાકિઁગની સુવિધાના અભાવે વાહનચાલકોને મજબુરીમાં રસ્તા ઉપર જ વાહન મુકવા પડે છે.જેથી સતત ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોની બદ્દતર થય જાય છે.

Advertisement

જ્યારે બીજી બાજુએ નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં સપ્તાહમાં એક દિવસ એટલે કે મંગળવારના દિવસે હાટ બજાર ભરાય છે. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ગૃહિણીઓ,આમ પ્રજા સહિત નાના-મોટા વેપારીઓ વેપાર અર્થે આવતા હોય છે.જે દિવસે સમગ્ર નેત્રંગ ટાઉનમાં ભારે ટ્રાફિક સમસ્યા વકરે છે.જેથી સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે.જ્યારે પોલીસતંત્રની પણ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ જણાય રહી છે,જેમાં નેત્રંગ ચારરસ્તા ઉપર ટ્રાફિક વિભાગના પો.કમઁચારી ટ્રાફિક સમસ્યાના નિવારણ ભારે જહેમત ઉઠાવતા હોય છે.પરંતુ વાહન પાકિઁગની સુવિધાના અભાવે વાહનચાલકો પણ ક્યા પાકિઁગ કરે તે એક વિકટ પ્રશ્ન છે.?.જ્યારે નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવર હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર ચાલતો હોય છે.તેવા સંજોગોમાં નેત્રંગ ગામમાં વાહનપાકિઁગની સુવિધાના અભાવે આમ પ્રજાને ભારે હાલાકી વેઠવી પડે છે.સમયાંતરે વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે.જેથી વહીવટીતંત્ર પ્રજાની સમસ્યાના નિવારણ માટે પ્રિ-પ્લાનિંગ અને યોગ્ય પધ્ધતિએ વાહનપાકિઁગની સુવિધાનું નિમૉણ કરવાની જરૂરીયાત ઉભી થઇ છે.


Share

Related posts

સુરત સોનાના ભાવમાં ઘટાડો થતા ત્રણ મહિના બાદ સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

માનવતાની મહેક : સુરતથી ધબકતું હ્રદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ : જૈન સમાજે અંગદાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું.

ProudOfGujarat

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખેડા જિલ્લાના છેવાડાના ગામ વાઘાવતની મુલાકાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!