Proud of Gujarat
FeaturedGujaratINDIA

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખેડા જિલ્લાના છેવાડાના ગામ વાઘાવતની મુલાકાત કરી

Share

ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જ્યાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,  ધારાસભ્ય રાજેશ ઝાલા તેમજ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામ વાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓ સાથે મંત્રીએ સંવાદ સાધી યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.

વિકસિત ભારત સંકલ્પ  યાત્રાના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વાઘાવત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી વાળો રથ આજે આવ્યો છે. પ્રધાનમંત્રીની ગેરંટી એટલે ૧૦૦% સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ગેરંટી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના તમામ લોકોના ઘરના ઘર થી ઘરમાં સગડી સુધીની ચિંતા કરે છે. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ૧૭ જેટલી સરકારી યોજનાઓ લઈને વાઘાવત ગામમાં આવી પહોંચ્યો છે ત્યારે મંત્રીશ્રીએ તમામ ગ્રામવાસીઓને આ રથનો લાભ લેવા વિનંતી કરી હતી. વધુમાં મંત્રીએ કપડવંજ તાલુકામાં આવેલા જલોયા તળાવમાં નર્મદા નદીના જળ ઉતરી આવ્યા છે તેમજ ઇરીગેશન વિભાગ દ્વારા આ તળાવના નીર ઓછા પાણી વાળા વિસ્તારો પ્રસરશે તેવો ગ્રામવાસીઓ સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ ઉમેર્યું હતું કે વિશ્વકર્મા યોજના અંતર્ગત આજે શ્રમિકોને કોઈપણ જાતની મુશ્કેલી વગર નાણાકીય સહાય બેંક મારફતે મળે છે. તેમજ તેમના યંત્રોની સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૨૦૪૭નો સંકલ્પ છે કે, ભારત ૩૫ ટ્રિલિયન ઇકોનોમીનો દેશ થાય. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે નાનામાં નાના ઘર સુધી સરકારી યોજનાઓ પહોંચશે અને દરેક નાગરિકોના હાથમાં રોજગારી હશે.

કાર્યક્રમમાં મંત્રીએ લાભાર્થીઓ સાથે ચર્ચા કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ફિલ્મ ગ્રામવાસીઓ સાથે નિહાળી હતી. કાર્યક્રમ બાદ મંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સ્ટોલ વિઝિટ કરી લાભાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ લાભ આ યાત્રા થકી આપવા તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, કલેકટર કે.એલ બચાણી, જિલ્લા અગ્રણી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, કપડવંજ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

કઠોરમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2621 માં વર્ષના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

નડિયાદના વોર્ડ નં.૬ માં પાયાની સુવિધાઓ ન મળતા રહિશોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

વરસાદના કારણે રાજ્યના 207 ડેમોમાં આવક વધી, સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમો છલકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!