Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુર બેન્ક ઓફ બરોડાના સહયોગથી લૉન મેળો યોજાયો.

Share

હાલમાં સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ જે અન્વયે જન જાગૃતિ લાવવા માટે માનનીય પોલીસ અધિક્ષક ભરૂચ તથા D.Y.S.P સા. ભરૂચ વિભાગ ભરૂચનાંઓનાં માગૅદશૅન હેઠળ તારીખ ૧૪/૨/૨૦૨૩ નાં રોજ નબીપુર પો.સ્ટેશન ખાતે લોકોને ઓછા વ્યાજે સરળ લોન મળી રહે તે અંગે નબીપુર બેંકનાં લોન વિભાગના અધિકારી રાકેશભાઇની અધ્યક્ષતામાં લોન અંગેનો સેમિનાર યોજવામાં આવેલ જેમાં નબીપુર પો.સ્ટેશન વિસ્તારના સરપંચો તથા ગામના ૬૦ થી ૭૦ જેટલા લોકો હાજર રહેલા. જેમાં ઓછા વ્યાજે લોન તથા ગૃપ લોન અંગે સમજ કરવામાં આવેલ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે બેંક ઉપર આવી અત્રે આવેલ બેંક અધિકારી એ સમજ આપેલ જે અંગે હાજર રહેલા લોકો એ ગૃપ લોન મેળવવા સહમતી દર્શાવી હતી અને લોન સરળતાથી આપવા બેંક અધિકારી એ પણ સહમતી દર્શાવેલ છે. આ પ્રસંગે નબીપુર પો.સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ.ચૌધરી અને સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

તાપી જીલ્લાનાં નવાપુરના લોકોએ વીજકર્મચારીઓને બહાર કાઢી કાર્યાલયને તાળાબંધી કરી…

ProudOfGujarat

જૂનાગઢના ઝૂના ડાયરેક્ટર કહ્યું USથી મંગાવેલી આ રસી બીમાર સિંહોને અસર નહીં કરે

ProudOfGujarat

રાજપીપળા : છેલ્લા બે વર્ષથી જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ બંધ હોવા છતાં નર્મદાના બોરીદ્રા ગામમાં અનોખો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!