Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ત્રણ ઘટનાઓમાં બે ના મોત.

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટનાઓ નોંધાવા પામી છે જેમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનાઓમાં એક 19 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. બનાવ સંદર્ભે જંબુસરની વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ અંકલેશ્વરમાં ટેમ્પો અને એસટી બસ વચ્ચે પણ અકસ્માતની ઘટના નોંધાઈ છે. ઉલ્લેખનીય છે ગતરાતે ભરૂચ શહેરના શ્રવણ ચોકડી પાસે આવેલાં પેટ્રોલપંપ પાસે હિટ એન્ડ રન ઘટના સામે આવી છે. એક રાહદારી મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. દેશના સુધી મોટા કેમિકલ ક્લસ્ટર હોવાના કારણે અહીં સેંકડો ઉદ્યોગો રાત દિવસ ધમધમે છે. જીઆઈડીસીના કારણે અહીં વાહનોની અવર-જ્વર પણ વધુ રહે છે. જીઆઈડીસીના પ્રવેશદ્વાર સમાન વાલિયા ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર હોવા છતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે.

Advertisement

આજે સવારે નેશનલ હાઇવે 48 ઉપર વાલિયા ચોકડી નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના નોંધાઈ હતી. અંકલેશ્વરથી બેડવાણ તરફ જી રહેલી એસટી બસનો ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો. ફ્લાયઓવર નીચે ચાર રસ્તા ઉપર રોડ ક્રોસ કરતી વખતે બે વાહનો વચ્ચે ટક્કરથી હતી. સદનશીબેઘટનામાં બસમાં સવાર તમામ મુસાફર સલામત રહ્યા હતા. બનાવની અંકલેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જંબુસરમાં 19 વર્ષીય યુવાનનું અક્સમાતમાં મોત નીપજ્યું હતું. જંબુસર તાલુકાના ડાભા ગામમાં ઇંટોના ભઠ્ઠામાં અકસ્માતમાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. ભઠ્ઠામાં કામ કરતી વેળા ટ્રેકટરના ચાલકને સાગર બામણીયા નજીક હોવાનો અંદાજ ન રહેતા ટ્રેકટરના પૈડાં તળે કચડાઈ જવાથી 19 વર્ષીય સાગર હિંમત બામણીયાનુ મૃત્યુ થયું હતું. મૃતદેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે વેડચ પોલીસે ઘટનાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભારતરત્ન સ્વ.અટલજીના જન્મદિવસ નિમત્તે ધોળકામાં પાંચમો મેગા મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરુચના ખત્રીવાદમાં ઝાડ ઢરાસાઈ થતાં નગરપાલિકાને જાણ કરાઇ હોવા છતાં કામગીરી ન થતાં સ્થાનિક લોકોએ ઝાડ કાપવા અંગે કામગીરી કરી.

ProudOfGujarat

પોલીસ કર્મચારી પર બુટલેગરે કરેલો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!