Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી પોલીસે પાલેજ નજીકથી લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

ભરૂચ એલ સી બી પોલીસે ગેસ ટેન્કરની આડમાં લઈ જવાઈ રહેલા લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂના જથ્થાને ઝડપી પાડી પર્દાફાશ કર્યો છે. ભરૂચ જિલ્લામાં હોળી-ધુળેટીનો તહેવાર શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે ઉદ્દેશથી પ્રોહીબિશનની બદીઓ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશનના કવોલીટી કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન ગઇકાલે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.વાળા તથા પોલીસ માણસોનો સ્ટાફ નેશનલ હાઇવે-૪૮ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે એક ગેસ ટેન્કર નંબર RJ 06 CD 1923 ની ગેસ ભરવાના . ટેન્કમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી આવી વડોદરા તરફ જાય છે.

જે મુજબની ચોક્ક્સ બાતમી આધારે પાલેજ નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ સીટી પોઇન્ટ હોટલ સામે વોચ કરી, વોચ દરમ્યાન ઉપરોક્ત નંબરના ટેન્કરને ઝડપી પાડી, ગેસ ભરવાના ટેન્કમાં તપાસતા પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેી દારૂના બોક્ષો મળી આવેલ પ્રોહિબિશનનો જથ્થા બાબતે ઉડાણપુર્વક તપાસ હાથ ધરતા પ્રોહિબિશન જથ્થો ગોવાથી મેળવ્યો હતો અને ગોધરા પહોંચાડવાનો હતો. જે મુજબની હકિકત જણાયેલ અને ટેન્કમાંથી પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ બોક્ષો નંગ-૧૩૫૦ બોટલ નંગ- ૬૪,૮૦૦ કિંમત રૂપીયા ૬૪,૮૦,૦૦૦/- તથા ટેન્કર-૦૧, મોબાઇલ-૦૨,રોકડા રૂપિયા સહીત રૂપીયા ૭૫,૮૭,૨૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પ્રોહિબીશનની રેઇડ દરમ્યાન ટેન્કર નંબર RJ 06 CD 1923 નો હોય, એલ.સી.બી.ની ટીમ પાસેના પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરી તપાસ કરતા આરોપીએ વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા કાવતરૂ રચી, કાવતરાના ભાગરૂપે રાજમાર્ગ ઉપર પકડાઇ ન જવાય અને ગેરમાર્ગે દોરવાના ઉદ્દેશથી ટેન્કરનો ઓરીજનલ નંબર RJ 06 GD 1923 નો હોય તેમ છતાં ખોટો નંબર લગાવી, સાચા તરીકે ઉપયોગ કરવા બદલ, પકડાયેલ તથા પ્રોહીનો જથ્થો મોકલનાર આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન તથા ઇન્ડીયન પીનલ કોડ એક્ટની સંલગ્ન કલમો મુજબ પાલેજ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની વધુ તપાસ માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. અને પ્રોહિબીશનનો જથ્થો મોકલનાર તથા જથ્થો જેને આપવાનો હતો તે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. પોલીસે ધર્મેશ પુરૂષોત્તમ ચોબીસા રહેવાસી- સુરખંડ ખેડા ગામ જૈન મહોલ્લા થાના સરાડા તહેસીલ- સેમારી જી,ઉદયપુર (રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે (૧) વીક્રમસિંગ રાઠોડ રહે.રાજસ્થાન જેનુ પુરૂ નામ સરનામું મળી આવેલ નથી (૨) દેવીલાલ ટીલારામ રહે.રાકેશ પટવારી ફસ્ટ ફ્લોર ટીપીનગર ભીલવારા (રાજસ્થાન) નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરાયા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપાટ નજીક ખાડીમાં ડુબી જતા યુવકનું મોત.

ProudOfGujarat

રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે પ્રાયોજના વહિવટદાર, TASP દ્વારા TMT મશીન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!