Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે મેક્સિકન યુગલે હિન્દુ વિધિથી લગ્ન કર્યા.

Share

મેક્સિકોના 11 જેટલા રોટરિયનોએ ભરૂચ રોટરી કલબની મુલાકાત લીઘી હતી જેમા એક અદભુત લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી, ડીસ્ટ્રીકટ ૩૦૬૦, રોટરી ઇન્ટર નેશનલના ફ્રેન્ડશીપ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મેક્સિકો ૧૧ રોટેરીયનો ગુજરાતની રોટરી કલબોની મુલાકાતે આવ્યા હતા. મેક્સિકનોએ 7 માર્ચે સ્ટેચ્યું ઓફ યુનીટીના પ્રવાસ બાદ રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરીની મુલાકાત લઈ મહેમાનગતી માણી હતી. મેક્સિકનોએ 3 દરમ્યાન કલબના મેમ્બરોના ઘરે રોકાણ કર્યુ હતું. બંને દેશોનું કલ્ચર તથા અન્ય રીત રસમોનું આદાન પ્રદાન કર્યુ હતું.

મેકિસકોની ટીમમાં એરીકા અને પેડ્રો કે જેઓ જુના મિત્ર હતા તેઓએ હિંન્દુ વિધિ પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાવા વિઘિપુર્વકનું લગ્ન કરવા ઇચ્છા વ્યકત કરી હતી. નર્મદાનગરીના પ્રમુખ ધૃવ રાજાએ તેઓની ઇચ્છાને વાચા આપી મેક્સિકનના હિન્દૂ લગ્નનું આયોજન કર્યું હતું.

Advertisement

ધુળેટીની સવારે પેડ્રો અને એરિકાની પીઠી તો સાંજે મહેંદી સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બઘા જ મેમ્બરોએ આનંદ ઉલ્લાસથી આ લગ્નમાં ઉજવણી કરી હતી. ગુરુવારે આ મેક્સિકન યુગલના લગ્નનું આયોજન મકતમપુર સિદ્ધિ વિનાયક મંદિરે કરાયું હતું. જયાં તેઓના લગ્ન સંપૂર્ણ હિન્દુ ઘર્મ પ્રમાણે સંપન્ન થયા હતા. નવ દંપતીએ ગણપતી બાપાની આરતી પણ ઉતારી હતી. આ પ્રસંગ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક વિધિવિધાનના આદાન પ્રદાનનું પણ સાક્ષી બન્યું હતું.

લગ્નમાં રોટરી ડીસ્ટ્રીકટ 3060ના આવનારા ગર્વનરો નિહિર દવે, તુષાર શાહ તથા ભૂતપૂર્વ પ્રમુખ પરાગ શેઠની હાજરી વિશિષ્ટ હતી. નર્મદાનગરીના સભ્યો પૂનમ શેઠ, મૌનેશ પટેલ, યેષા શેઠ, રમાકાંત અને શિલ્પા બહુરૂપી વિશેષ યોગદાન આપીને લગ્નને સફળ બનાવ્યો હતો.


Share

Related posts

રાજપીપળા : પોઈચા ચોકડી પાસે ટ્રકમાં પંકચર પડતા ચાર લૂંટારુઓએ ટ્રક ચાલક પાસેથી 10 હજારની લૂંટ કરી ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર : ૨૦૦ વર્ષથી પરંપરા યથાવત : રાધાષ્ટમીની રંગેચંગે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર- ઘોર નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવા માટે હવે અંકલેશ્વરની પ્રજાએ જાતે જ રોડ રસ્તાની મરામત કામગીરી શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!