Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ૨૦૦ વર્ષથી પરંપરા યથાવત : રાધાષ્ટમીની રંગેચંગે ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર પંચાયતી બજાર ફિર રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે જેમાં ૨૦૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે. આ વર્ષે પણ રાધાષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ સામાજિક અંતર જાળવી શોભાયાત્રા કમાલીબાવાના મંદિરે ગઈ હતી અને ત્યાં પરંપરાગત રીતે પાદુકા પૂજનનું આયોજન કરાયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણ અને એમને પ્રેમિકા રાધા કદી એકબીજાથી મનથી અલગ થયા નથી ભગવાન શ્રીકૃષ્ણ સદાય રાધાના અનુરાગી રહ્યા છે. રાધાકૃષ્ણના નિર્મળ પ્રેમ અને સાખ્યભાવનો અતુટ સંબંધ શ્રધ્ધાળુઓ માટે એક આરાધના બની રહ્યો છે. ત્યારે વૃંદાવનમાં તો રાધાષ્ટમીની ઉજવણીનો રંગ કંઇક અલગ જ હોય છે. વૃંદાવનની રાધાષ્ટમીની ઉજવણીની પરંપરા અંકલેશ્વરમાં પણ પંચાયટી બજાર સ્થીત રાધાવલ્લભ મંદિર દ્વારા ૨૦૦ થી પણ વધુ વર્ષોથી કરવામાં આવે છે.

અંકલેશ્વરના પંચાયટી બજાર સ્થીત રાધા વલ્લભ મંદિરે રાધાષ્ટમી ઉજવણી નિમિત્તે સાતમના રોજ તેમના પરંપરાગત કમાલી બાવાની મંદિરે જઈને મંદિરના મહંત મનોજલાલજી ગોસ્વામી તથા ગોસ્વામી પરિવાર દ્વારા પાદુકા પૂજન કરવામાં કરવામાં આવ્યું હતું.

સાતમની મોડી સાંજ બાદ મંદિરમાં આખી રાત સામાજિક અંતર જાળવીને ભક્તો દ્વારા ભક્તિના ભજનોની રમઝટ બોલાવાઈ હતી. વહેલી સવારે કકડેઠઠ ભક્તિની હાજરીમાં રાધા જન્મોત્સ્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી જયાં ભાવિકો દર્શનનો લાભ લઈ કૃતાર્થ થયા હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં માઁ વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હરિતાલિકા તીજ નિમિત્તે વિશાળ કજરી મહોત્સવની ઉજવણી કરાઈ 

ProudOfGujarat

ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ : બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાની ટકોર.

ProudOfGujarat

અંકલેશ્વર- રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડમાં ટીવી સિરીયલના હંસ રાજપૂતે મચાવી ધૂમ, ગરબા ખેલૈયાઓ સાથે ઝુમી ઉઠ્યા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!