Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના તવરા ગામે 40 થી વધુ ટ્રેક્ટરોની બેટરીઓની ચોરી થતાં ખેડૂતોમાં આક્રોશ

Share

ભરૂચ તાલુકાના તવરા ગામે ખેતરોમાં લગાવેલ પાણી માટેની મોટરોની અને વીજ વાયરોની ચોરીઓ બાદ હવે તો ગામના ખેડૂતોના ઘર આંગણે પાર્ક કરેલા ટ્રેક્ટરની બેટરીઓની ચોરીઓ છેલ્લા 15 દિવસમાં ૪૦ થી વધુ બેટરીઓની ચોરી થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

અગાઉ તવરા ગામે ખેતરોમાંથી મોટા પ્રમાણમાં વીજવાયરોની ચોરીઓ અને મોટરોની ચોરીઓનો બનાવો તો યથાવત રહ્યા છે પરંતુ હવે તો ઘર આંગણે ખેડૂતોના ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.

Advertisement

ભરૂચ તાલુકાના તવરા ગામે ખેડૂતોના ખેતરોમાં ભૂંડ અને રોજાનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગામની સીમમાં થતા પાક શેરડી, તુવેર, કપાસ, શાકભાજી પાક જેવા અન્ય પાકોમાં પણ આ રોજા અને ભૂંડ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતા હોય છે. જેને લઇ ખેડૂતો પર આભ તૂટી નીકળ્યું છે આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ભૂંડ અને રોજાથી નુકસાન અટકાવવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં જ્યારે બાઉન્ડ્રી પર અલગ અલગ પ્રકારના અવાજો કરતા મશીનો લગાડવામાં આવી રહ્યા છે. જેથી ખેતરમાં આવતા રોજા કે ભૂંડ આવતા આ અવાજથી દૂર ભાગતા હોય છે આવા નાના-મોટા પ્રયાસો ખેડૂતો પોતાનો પાક બચાવવા કરતા હોય છે તથા ખેતરોમાં ચાલતા પાણીના કુવાની મોટર કે ખેતરોમાં લગાવેલા લાઈટોના વીજ વાયરો કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ વાયરોની અને મોટરોની ચોરી કરી ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે .

તવરા ગામના તમામ ખેડૂતો ખેતરોમાંથી વીજ વાયરો અને મોટરોની ચોરીઓની ફરિયાદો તો ઉઠાવી રહ્યા છે. હવે તો એટલું જ નહીં પરંતુ હવે તો ખેડૂતોના ઘરે પાર્ક કરેલા ખેડૂતોના સાધનો કે જેવા કે ટ્રેક્ટરમાંથી બેટરીઓની ચોરી છેલ્લા 15 દિવસમાં 40 થી વધુ બેટરીઓની ચોરી થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે

ઘણા સમય પહેલા આ બાબતની રજૂઆતો ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ખેડૂતો દ્વારા મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી અને લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી પોલીસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. તો તવરા ગામના ખેડૂતો દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પેટ્રોલિંગ વધારી આવા અસામાજિક તત્વોને અટકાવવાના પ્રયાસો કરે તેવી માંગ કરી રહ્યા છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩.૩૪ લાખ મહિલા બચત ધારકોનાં જનધન ખાતામાં રૂ. ૫૦૦ લેખે કુલ ૧૬ કરોડથી વધુની ઘનરાશિ જમા.

ProudOfGujarat

ઇ-એફ.આઇ.આર. પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જીલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને અપાઈ તાલીમ.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ લેનક્ષેસ કંપનીનાં સ્ટોરરૂમમાં રાખવામાં આવેલ પ્લેટિનમ કેટલીસ મટીરીયલની ચોરી થઈ જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!