Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઈ.

Share

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત ભરૂચ શહેરમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભરૂચ જીલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદના પૂર્વ મેયર અને ભરૂચના મહિલા મોરચાના પ્રભારી મીનાક્ષીબેન પટેલ તેમજ વડોદરાના સિદ્ધિબેન જોશીના હસ્તે જિલ્લાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કરનાર મહિલાઓ અને બાળકીઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં પાયલોટ ઉર્વશી દુબે, સંગીતકાર જાનવી મીઠાઈવાલા, પૂજાબેન ચોકસી, નેશનલ શૂટર ખુશી ચુડાસમા, જ્હાનવીબેન ભટ્ટ, પ્રીયાંશીબા ચૌહાણ, સહીતની મહિલાઓનું સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ફતેસિંગ ગોહિલ, મહિલા મોરચાના કામીનીબેન પંચાલ અને મહિલા કાર્યકરો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

આ મધર્સ ડે એ માતૃત્વની ઉજવણી – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ બનતી દરેક માતાના માતૃત્વની ઉજવણી કરવા માટે સમય કાઢે છે !

ProudOfGujarat

આવો જાણીએ સ્વ.એહમદભાઈ પટેલનીજન્મ જયંતી એ તેમની રાજકીય કોઠા સુજ અને સાયરાના અંદાજમાં પોતાની વાત કહેવાની કુશળતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!