Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ કુમારશાળામાં વય નિવૃત થતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ કુમાર શાળામાં વયનિવૃત થતા શિક્ષક દેગ માસ્તર ઇલ્યાસ સુલેમાનનો વિદાય સમારંભ જિલ્લા સંઘના મહામંત્રી પ્રદીપસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં જિલ્લા સંઘના કોષાધ્યક્ષ ઇકબાલભાઇ પટેલ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મુનાફભાઈ ટીન્કી, ઉપપ્રમુખ ઐયુબભાઈ દિવાન, જિલ્લા કારોબારી સભ્ય નુંરજહાંબેન મિસ્ત્રી, બીઆરસી વિરેન્દ્રસિંહ સોલંકી, સીઆરસી દિપકભાઈ, એસએમસી અધ્યક્ષ ગ્રુપમાં આવેલ શાળાના આચાર્યો, પાલેજ કન્યાશાળા અને નવીનગરીના શિક્ષકો શાળા પરિવાર તથા વિધાર્થીઓ હાજર રહ્યા હતા. હાજર મહેમાનોનું સ્વાગત ગ્રુપ શાળાના આચાર્ય ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ વયનિવૃત થતા શિક્ષકની શૈક્ષણિક તથા શિક્ષક સંઘ પ્રત્યેની કામગીરીને બિરદાવી હતી અને નિવૃત્તિ જીવન સુખ શાંતિ અને તંદુરસ્તી સાથે વીતે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

શાળા પરિવાર તરફથી શાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રુપ શાળામાં આવેલ શાળાઓ દ્વારા પણ વય નિવૃત થતા શિક્ષકને ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું અને તેઓના શિક્ષક હિતના કામોને બિરદાવ્યું હતું. વયનિવૃત થતા ઇલ્યાસ સાહેબે શૈક્ષણિક કારકિર્દી દરમિયાન સાથ સહકાર આપવા બદલ ગ્રુપના તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો. અને ફરજ દરમિયાન કોઈનું દિલ દુભાયું હોય તો માફ કરવા વિનંતી કરી હતી. અંતમાં શાળાના આસિસ્ટન્ટ શિક્ષિકા કિંજલબેને ઉપસ્થિત સર્વ મહાનુભવોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા નિઝામ સાહેબ, શાંતિલાલ સાહેબ, વિક્રમ સાહેબ, શરીફાબેન, પોરવીબેન તથા પૂર્વીબેને કર્યું હતુ.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચ : ટેલિફોન ડેટા આપતી કંપની BSNL નો ખોરંભે પડેલ અણઘડ વહીવટ.

ProudOfGujarat

નર્મદા : પોલીસ અને વન વિભાગે સંયુક્ત રેડ કરી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજકોટના શાસ્ત્રીનગરમાં ઘરે કામ કરવા આવેલ કારીગર હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!