Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ધીંગાણું, બી ડીવીઝન પોલીસ એક્સનમાં આવતા મામલો કાબુમાં.

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલ ત્રણ કુવા નવી નગરીમાં ગત બુધવારે સાંજના સમયે બે જૂથ બાખડયા હતા. જેમાં બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી, જોકે મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો કુહાડી, નાનું ધારીયું, લાકડીના સપાટા વડે હુમલો કરી રહ્યા હતા. પરિણામે ચાર લોકો ઘાયલ થયા હતા, માથાના ભાગે હાથ, ખભા સહિતની જગ્યાએ વાગ્યું હતું. ઇજાગ્રસ્તોમાં નારણ મંગાભાઈ વસાવા, ગલુબેન નારણ વસાવા, રોશન અશોકભાઈ વસાવા, શીતલબેન અનિલ વસાવા તમામ રહે. નવીનગરી ત્રણ કુવા ભરૂચ. ફરિયાદીના જણાવ્યા અનુસાર માર મારનાર લોકોમાં ગણેશ દશરથ વસાવા, કૈલાસબેન અજય વસાવા સાથે અન્ય ચારથી પાચ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે રીક્ષામાં દર્દીને લઇ જતા રસ્તામાં સામે પક્ષના શખ્સ રોડ વચ્ચે ઉભા હોય ગાડીનો હોન મારતા મગજમારી થઈ હતી.

Advertisement

Share

Related posts

આમોદમાં ૧.૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ શોપિંગ સેન્ટરની નગરપાલિકા દ્વારા હરાજી ન થતા જર્જરિત હાલતમાં

ProudOfGujarat

FIFA એ ભારતીય ફૂટબોલ મહાસંઘ પરથી પ્રતિબંધ હટાવ્યો, ભારતમાં જ રમાશે મહિલા વર્લ્ડકપ.

ProudOfGujarat

૧૦ કરોડ ભાઈ…૧૦ કરોડ….દુષ્યાંતભાઈના ૧૦ કરોડ…ના નારા સાથે, આમ આદમી પાર્ટીએ ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય દુષ્યંત પટેલના મોટા કાનવાળા બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!