Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેન્દ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ખેડૂતો સાથે ભાજપના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રજુઆત

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે જમીન સંપાદન કરી ગેરકાયદેસર રીતે પૂરતું વળતર આપ્યા વગર ખેડૂતો સાથે અન્યાય થતો હતો, જે બાબતે ખેડૂતો ગુજરાત હાઇકોર્ટના દ્વારે પહોંચી ન્યાય મેળવવા ગયા હતા, કેટલાક સ્થાનિક ખેડૂત આગેવાનોને ભરમાવીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાંથી કેસ પરત ખેંચાવી લઈ અન્ય જિલ્લાના ખેડૂતોને અપાયેલ વળતર આપવાના વાયદા આપી સ્થાનિક ખેડૂતોને છેતરી પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓમાં ખેડૂતોનો સહકાર મેળવી આજે ખેડૂતોને છેતરી ગયા હોવાના આક્ષેપ ગુજરાત કોંગ્રેસના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવ્યા છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારે પોલીસના જોર ઉપર પોલીસ બંદોબસ્ત સાથે હાઇવેનું કામ શરૂ કરી દીધું છે, સરકારની વાતમાં ભરમાઈ જઈ કેટલાક ખેડૂતોએ સમનવય સમિતિ બનાવી દીધી હતી અને અનેક મિટિંગો ગાંધીનગર અને દિલ્હી સુધી આ સમિતિની મિટિંગો માત્ર ભાજપના આગેવાનો દ્વારા ફોટો સેશન અને સમાચારપત્રોમાં પ્રચાર પૂરતી મળતી હતી. સમિતિની વળતર આપવાની માંગ એક ઝાટકે સરકાર દ્વારા ફગાવી દેવાઈ છે.

Advertisement

ગુજરાતના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ખેડૂત સમાજના પ્રમુખને પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા પત્ર પાઠવી રજુઆત કરી છે કે કલેકટર ભરૂચને જમીન સંપાદન અધિનિયમ 2013 જે ડો.મનમોહન સિંહની સરકારમાં ખેડૂતોને પોતાના હિતોની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો હતો એ કાયદાની કડક અમલવારી સાથે ખેડૂતોને વિશ્વાસ ના લીધા સિવાય કે પૂરતું વળતર આપ્યા વગર ગેરકાયદેસર રીતે શરૂ કરેલું કામ તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરવા સાથે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલ વળતર ચૂકવવાની માંગણી કરી હતી.


Share

Related posts

ભરૂચ ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

સુરત : ટી.બી.મુકત વ્યકિતો માટે તા. ૨૧ વિશ્વ યોગ દિને નવી સિવિલ ખાતે યોગ શિબિરનું આયોજન કરાશે.

ProudOfGujarat

ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પૈસા ઉપાડી સાઈબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!