Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુરમાં એક્ટિવામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં એક એક્ટિવા બાઇકમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડી સાંજે નબીપુર ગામમાં એક એક્ટિવા સવાર પોતાની ગાડી ઉપર ગામની ભાગોળેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાડીમાંથી ધૂમાડા નીકળતા ગામની ભાગોળે બેઠેલા ગ્રામજનોની નજર પડતા એક્ટિવા ચાલકને બૂમો પાડી ગાડી રાખવા જણાવ્યું હતું.

એક્ટિવા ચાલકે ગાડીમાંથી ધૂમાડો નીકળતો જોતા જ પોતાની બાઇક છોડીને દૂર ભાગી ગયો અને પછી જોતજોતામાં ગાડીમાંથી અગન જવાળાઓ નીકળવા લાગી જેને સ્થાનિકોએ પાણી અને રેતીની મદદથી હોલવી નાખી પણ ગાડીને મોટું નુકસાન થવા પામ્યું છે. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

વાપીમાં નાણાપ્રધાનના હસ્તે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો.

ProudOfGujarat

માંગરોળમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2621 માં વર્ષના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

દબાણ દૂર કરવા ગયેલી ક્રેઇન વરસાદી કાંસમાં ખાબકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!