Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના મુલેર ચોકડી પાસે બેફામ બની શરાબનો વેપલો કરતા બુટલેગરને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો

Share

ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકોની હદ વિસ્તારમાં સતત પોલીસ વિભાગના કર્મીઓ દ્વારા દરોડા પાડી હજારો અને લાખોની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે, ચાલુ વર્ષમાં પણ અનેક સ્થળે પોલીસના દરોડામાં કેટલાય બુટલેગરો જેલના સળીયા ગણતા થયા છે, છતાં હમ નહીં સુધરેંગે જેવી નીતિ અપનાવતા નશાનો વેપલો કરતા તત્વો સામે વાગરા પોલીસ દ્વારા લાલ આંખ કરાઈ છે.

વાગરાની મુલેર ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ અને બિન્દાસ પણે ભારતીય બનાવટના વિદેશી શરાબનું વેચાણ કરતા બુટલેગરને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે, પોલીસે વિજય ઉર્ફે પ્રવીણ સુરેશભભાઈ વસાવા રહે, મુલેર ચોકડી વાગરા નાને ઝડપી પાડી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ 46 બોટલ મળી 25,400 નો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ખળભળાટ મચ્યો હતો.

Advertisement

Share

Related posts

પમો મેન ઓફ ધ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન સુરત ખાતે યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા નજીક આવેલ પવિત્ર અને પ્રસિદ્ધ તેમજ કોમી એકતાનો સંદેશ આપતી બાવાગોરની દરગાહનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત થાય તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નેત્રંગની ગોકુલધામ ટીચર કોલોનીમા આવેલ દવાખાનામા તસ્કરોએ હાથફેરો કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!