Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાની સાંઈકૃપા સોસાયટીમાં દિવાળીની રાત્રે જ તસ્કરોએ સોના-ચાંદીનાં ઘરેણાં તથા રોકડ રૂપિયાનો હાથફેરો કર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામે આવેલ સાઈ કૃપા સોસાયટીમાં રહેતા સુરેશભાઈ નરસિંહભાઈ પરમાર એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દિવાળીની સાંજે તેઓ તેમના ઘરે તાળું મારીને તેમના ગામ વાસણા ખાતે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે તેઓ ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરનો દરવાજો તુટેલો જણાયો. ઘરના દરવાજાની ગ્રીલ કોઈ સાધન વડે વાળીને લાકડાના દરવાજાનું પાટિયું નીચેથી તોડી પડાયેલુ જણાયુ હતું. સુરેશભાઈએ ઘરમાં જઇને જોતા તિજોરીનો દરવાજો તુટેલો હતો. તપાસ કરતા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

મળતી માહિતી મુજબ તસ્કરો ત્રણ જોડ ચાંદીના સાંકળા, ૧ નંગ ચાંદીની લકી, ચાંદીના બે નંગ સિક્કા, ચાંદીનું ૧ મંગળસૂત્ર, ચાંદીનો ઝૂડો, ચાંદીની વીંટી, સોનાની વીંટી નંગ પાંચ, સોનાની જુમર એક જોડ, સોનાની જડ નંગ-૪ તથા રોકડા રૂપિયા ૮૦૦૦ મળી કુલ રૂ. ૧,૦૧,૩૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હોવાની જાણ થઇ હતી. બાદમાં સુરેશભાઈએ ચોરીની ઘટના બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયા પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લઇ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોતાની દિવાળી સુધારવા નીકળેલા તસ્કરોએ આ પરિવારની દિવાળી બગાડતા પરિવાર શોકમગ્ન બની ગયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

લીંબડી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે જવાનોને ગ્રામ રક્ષક દળની તાલીમ અપાઈ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાણા વર્ષ 2024 ના પહેલા ત્રિમાસિકમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું – પીએટી 11.8% વધ્યો અને જીડીપીઆઈ 18.9% વધી, જે ઉદ્યોગની 17.9% ની વૃદ્ધિ કરતા વધુ છે

ProudOfGujarat

ભરૂચના સરદાર બ્રિજ ઉપર થી નર્મદા નદીમાં પતિઃપત્નીએ કૂદકો માર્યો હતો..જેમાં પત્ની નો બચાવ થયો હતો તેમજ પતિ ની શોધખોળ હાથ ધરાઈ હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!