Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાનાં અલાદર નજીકથી અજાણી યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

Share

વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આજરોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં મુલેરથી દહેજને જોડતા માર્ગ ઉપર અલાદર ગામ નજીક રોડની સાઈડમાં વિકૃત હાલતમાં એક યુવતીનો મૃતદેહ પડ્યો છે. અને મૃતદેહની આસપાસ કાગડાઓ મંડરાઈ રહ્યા હોવાની જાણ મહાવીર સોલ્ટની બહાર દુકાન ચલાવનાર સુરેશ નામના યુવકે અદાલર ગામના સરપંચ વસંત ભાઈને કરી હતી. બનાવની જાણ થતાંજ અલાદર ગામના સરપંચ વસંતભાઈ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી જોતા રોડની સાઈડમાં વિકૃતમાં હાલતમાં એક અજાણી યુવતીનો મૃતદેહ પડ્યો હતો. અને મૃતદેહની આસપાસ મૃતક યુવતીના શરીરના અવશેષો પણ જોવાયા હતા. અલાદર ગામના સરપંચ વસંત ભાઈએ માનવતાના ધોરણે વિકૃત પડેલ મહિલાના મૃતદેહ ઉપર કપડુ ઢાંકી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. ત્યાર બાદ વસંતભાઈએ ઘટના અંગેની જાણ વાગરા પોલીસને કરતા વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યા છે કે અકસ્માતે મોત છે.? તે દિશામાં વાગરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં નર્મદા ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો…

ProudOfGujarat

વડોદરામાં ભર બપોરે કારનો કાચ તોડી તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભ્રષ્ટાચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!