Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમાકુમારીએ માઉન્ટ એવરેસ્ટની ૭૯૨૫ મીટર સર કર્યુ

Share

“સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” અને “ સિદ્ધિ તેને મળે છે જે પરસેવાથી નહાય” એ ઉકિત ને ખરાં અર્થમાં સાર્થક કરી છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ ફરી એકવાર રોશન કર્યું છે.

નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમાકુમારી વસાવા જેમણે 25 મી મે ગુરૂવારે હિમાલય પર્વતમાળામાં ૭૯૨૫ મીટરની ઊંચાઇ પરના એવરેસ્ટ બેઝકેમ્પ અવરોહણ કરીને ગુજરાતના ટ્રેકિંગ ઇતિહાસની અભૂતપૂર્વ ક્ષણનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભરૂચની યુવતી સીમા કુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પાસે પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો ખૂબ અઘરો સંકલ્પ પૂરો કર્યો છે.

Advertisement

આ વેળાએ, તેમણે ભરૂચની અનેક સંસ્થાઓનો આર્થિક સહયોગથી હિમાલયના શિખરને આંબવાનો મોકો મળ્યો તે માટે સ્પોન્સર કરનાર ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર અને બીજા દાતાઓનો આભાર્ માન્યો હતો. ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝુમીને થાક્યા વગર પરિશ્રમ કરીને તે આ સિદ્ધિને પામી છે. શિક્ષક પરિવારનું સંતાન એવી સીમા કદાચિત એવરેસ્ટના 4 નંબરના બેઝકેમ્પ શિખરે પહોંચનારી ભરૂચની પ્રથમ યુવા સાહસિક છે અને આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં એણે પોતાનું નામ પણ ઉમેર્યું છે.

ટ્રેકિંગ શરૂ કર્યું ત્યાર પછીના 52 દીવસમાં ભલભલાનો આત્મવિશ્વાસ ડગમગી જાય, હિમાલયની હમેશાં બદલાતી વિષમ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ રાખી હિંમત હાર્યા વિના જાતને પોરસ ચઢાવતી રહી. માઇનસ 15 થી 40 ડિગ્રી સુધીની હાડ થિજાવતી ઠંડીમાં સતત ફૂંકાતાં પવનો વચ્ચે રોજ સરેરાશ 8 કલાક ટ્રેકિંગ કર્યું હતું. ચોથા નંબરના બેઝ કેમ્પ પહોંચતા 52 દીવસ લાગ્યા.

નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થા ૮ કે એક્સપેડીશન્સની ૨૦૨૩ આરોહણની ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે સીમા કુમારીની પસંદગી થઈ હતી. તે લગભગ છેલ્લા 3 વર્ષથી સઘન તાલીમ, સાયકલિંગ, રનીંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી. હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી. તે સાથે અગાઉ દક્ષિણ આફ્રિકામાં આવેલા કિલીમાજરો પર્વત ટ્રેનીંગ વગર સીધાં ચઢાણ કરી બધાંને અચંબિત કરી દીધાં હતાં. સીમાકુમારીએ એવરેસ્ટની ટોચ પરથી અવરોહણ કરીને કે ૪ કેમ્પથી પાછા ફરવું પડ્યું હતું. હિમાલયનો ભાગનું અત્યાર સુધી બહુધા આરોહણ થયું નથી. સિમાકુમારીએ પર્વતરાજ હિમાલયની ઊંચાઈ જેટલી જ ઊંચી આ સિદ્ધિ મેળવીને ભરૂચ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.


Share

Related posts

ગોધરા : કાકણપુરનાં સંઘ દ્વારા મામલદારને ₹ ૨૫,૦૦૧ નો ચેક અર્પણ કરી કોરોના માહોલમાં આર્થિક સહાય કરી.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયા નજીક સી.એન.જી બોટલનો ટેમ્પો ઊભેલી ટ્રક સાથે અથડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!