Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ સંતોષી નવી વસાહત વિસ્તાર માં ચોમાસા ના માહોલ વચ્ચે ગંદકી અને ભુવા પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ઉભો થયો હતો…..

Share


:-ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧ માં આવેલ સંતોષી નવી વસાહત ઝૂંપડપટ્ટી વિસ્તાર માં વરસાદી માહોલ ના કારણે ઠેરઠેર ભુવા અને કાદવ કીચડ ની ગંદકીના ઢગ જામતા સ્થાનિક લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે……ભરૂચ નગર પાલિકાના તંત્ર ની કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના જેવી નીતિના કારણે લોકો આજે ગંદકી ના સામ્રાજ્ય વચ્ચે આરોગ્ય સાથે ખીલવાડ કરી ને જીવન ગુજારવા માટે મજબૂર બન્યા છે………..

એક તરફ સ્વચ્છતા અભિયાન જેવા અભિયાનો કરી ભરૂચ શહેર માં મસ્ત મોટા ટાયફાઓ કરવામાં આવે છે.તો બીજી તરફ નગર પાલિકા ના અલગ અલગ વોર્ડ માં ગંદકી અને કાદવ કીચડ થી સામાન્ય જનતા જાય તો જાય કહા જેવી સ્થિતિમાં મુકાયા છે…..સ્વચ્છતા અભિયાન ના નામે ફોટા પડાવાતા રાજકારણીઓ અને વિવિધ એન જી ઓ ના લોકો  ભરૂચ શહેર ના આ વિસ્તારોની મુલાકાત લઇ ખરા અર્થ માં સ્વચ્છ ભરૂચ કરવાની નીતિ ને સાથર્ક કરે તેવી લોક માંગ આજ ના આ પ્રકારે આવેલા દ્રશ્યો ઉપર થી કહી શકાય તેમ છે……

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસની સતર્કતાથી 16 પશુઓ કતલ માટે જતા અટકાવાયા, ટ્રક સહિત ₹9.40 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ભરૂચમાં સરકારી છાત્રાલયોની આકસ્મિક તપાસ, સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વરજાખણ મુકામે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!