Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના હરણી વિસ્તારના રહીશોનો પીવાનું પાણી ન મળતા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

Share

વડોદરાના હરણી-મોટનાથ રોડ વિસ્તારના લોકોએ પાણીના પ્રશ્ને કોર્પોરેશનને આંદોલનની ચીમકી આપી હતી તેમ છતાં તંત્રની આંખો નહીં ખુલતા હરણી વિસ્તારના રોષે ભરાયેલ રહીશોએ પાણીની ટાંકી ખાતે આજે હલ્લાબોલ કરી માટલા ફોડી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ સાથે જ મહિલાઓએ ટાકી ઉપર કપડાં ધોયા હતા.

વડોદરા શહેરમાં નાગરિકો પાસેથી આકરો કરવેરો વસૂલતી પાલિકાતંત્રની બેદરકારીના કારણે શહેરના અનેક વિસ્તારો કાળઝાળ ગરમીમાં નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેકવાર પાણી માટે રજૂઆતો કરી આંદોલનની ચીમકી આપવા છત્તા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા રોષે ભરાયેલા હરણી વિસ્તારના રહીશોએ પાણીની ટાંકી ખાતે હલ્લાબોલ કરી માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પીવાનું પાણી ન મળતા આંદોલનની ચીમકી આપી હોવા છતાં તંત્રની આંખો નહીં ખુલતા હરણી વિસ્તારના નારાજ રહીશોએ આજરોજ મોરચો કાઢી પાણીની ટાંકી ખાતે હલ્લાબોલ કરી માટલા ફોડી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. અત્રે નોંધનીય છે કે, મોંઘવારીના સમયમાં વેરો ચૂકવવા છતાં પાણી ખરીદવાની નોબત આવતા બેવડો માર નાગરિકોને સહન કરવાનો વખત આવ્યો છે.

Advertisement

સ્માતાજેતરમાં વાઘોડિયા રોડ, નવાયાર્ડ, તુલસીવાડી વિસ્તારોમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડી પ્રદર્શન કર્યું હતું. તેવામાં શહેરના વોર્ડ નંબર-3 માં સમાવિષ્ટ હરણી-સમા લીંક રોડ પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની સમસ્યા છે. ઓછા દબાણથી પાણી મળતા આસપાસ આવેલી 20 થી વધુ સોસાયટી અને કોમ્પ્લેક્ષોમાં પાણીની ટાંકીઓ ભરાઈ રહી નથી. અગાઉ અનેક વખત કાઉન્સિલર અને વહીવટી અધિકારીના કર્મચારીઓને રજૂઆત કરી હોવા છતાં તેમજ આંદોલનની ચીમકી આપી હોવા છતાં પીવાનું પાણી ઓછા સમય માટે ઓછા દબાણથી મળતા પાણીનો કકળાટ યથાવત રહ્યો હતો.


Share

Related posts

ભરૂચ : જોલવામાં ભાડા બાબતે બોલાચાલી કરી મકાન માલિક અને તેના સાગરીતોએ કરી લૂંટ.

ProudOfGujarat

પાદરા તાલુકાની જલાલપુર ગ્રામ સ્વરાજ વિદ્યાલયના આચાર્યનું અનોખું અભિયાન.

ProudOfGujarat

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!