Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ટાંકારીયા ગામ ખાતે હજારોના મુદ્દામાલ સાથે 6 જુગારીઓને ઝડપી પાડતી પાલેજ પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત દરોડા પાડી બુટલેગરો અને જુગારી તત્વોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એક સ્થળેથી જુગારધામ પાલેજ પોલીસે ઝડપી પાડી 6 જુગારીઓને જેલના સળીયા ગણતા કર્યા હતા.

પાલેજ પોલીસે ટંકારીયાથી પારખેત ગામ તરફ જવાનાં માર્ગ ઉપર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં ખુલ્લી જગ્યામાં વીજળીના થાંભલા નીચે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા 6 જેટલાં જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પાલેજ પોલીસે મામલે (1) મોહસીન મુસ્તાક પટેલ રહે, ટંકારીયા ભરૂચ (2) વલ્લી મુસા માલજી રહે, ટંકારીયા (3) અનવર મહંમદ કોંઢીયા રહે, ટંકારીયા ભરૂચ (4) હારુન ઈબ્રાહીમ સુતરીયા રહે, ટાંકારીયા ભરૂચ (5) ફારૂક મુસા બાબરીયા રહે, ટાંકારીયા ભરૂચ (6) સરફરાજ અબ્દુલ પટેલ રહે,સીતપોણ ભરૂચ નાઓને 22,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના સંદર્ભે વિવિધ સમાજનાં અગ્રણીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી.

ProudOfGujarat

ભરૂચનાં જંબુસર સાત ઓરડી પાસે પડેલ ખાડાને નગરપાલીકા દ્વારા સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

કાસ્ટિંગ કાઉચની વાસ્તવિકતાને નકારી શકાય નહીં, પરંતુ તેનો જવાબ કેવી રીતે આપવો તે દરેક વ્યક્તિ પર છે: અભિનેત્રી સીરત કપૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!