Proud of Gujarat
FashionFeaturedGujaratINDIA

ભરૂચના વરેડિયા ખાતે WBVF દ્વારા સ્ત્રી રોગ જાગૃતિ તેમજ સમાજલક્ષી કાર્યો માટેનો કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ જિલ્લાના વરેડિયા ખાતે વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં સ્ત્રી જાતિના રોગો તેમજ બ્રેસ્ટ કેન્સર વિશે મહિલાઓને અવગત કરાઇ હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે WBVF તેમજ ગ્રામ પંચાયત વરેડિયાના સંયુક્ત ઉપક્રમે ગામમાં એક સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં શાળાના બાળકો સહિત ગ્રામજનો જોડાયા હતા. આયોજિત રેલી ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી. ગામના વિવિધ વિસ્તારોમાં રેલી પરિભ્રમણ કરી ગ્રામજનોને જાગૃત કર્યા હતા.

કાર્યક્રમના દ્રિતીય દિવસે શાળાના સંકુલમાં મહિલાઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી જાતીય રોગો વિશે તેમજ બ્રેસ્ટ કેન્સર વિશે મહિલાઓને અલગ અલગ વક્તાઓ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકમ બાદ WBVF ના ડાયરેક્ટર યુનુસભાઈ અમદાવાદીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે WBVF દ્વારા મહિલા જાગૃતિ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ મહિલા જાગૃતિ, મહિલાઓ સુશક્ષિત, સ્વાવલંબી અને શક્તિશાળી બને એ નેમ સાથેનો હતો. સ્ત્રીઓમાં જાતીય રોગોની અને બ્રેસ્ટ કેન્સર બાબતે વિવિધ તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં WBVF ના ડાયરેક્ટર યુનુસ તલાટી, ડાયરેક્ટર નાસીર ભાઈ સહિત નામી અનામી હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ”

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન ૨જી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્‍બર દરમિયાન જિલ્‍લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોનાથી થતાં મોતનાં આંકડા કેમ છુપાવે છે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!