Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી

Share

* “ONE EARTH ONE HEALTH” ના નારા સાથે ૨૧ મી જુને ભરૂચ જીએનએફસી ગ્રાઉન્ડ અને સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે

* જિલ્લાના આઇકોનિક સ્થળોમાં કબીરવડ અને નમો વડવન શુક્લતિર્થ ખાતે પણ યોગ દિવસ ઉજવાશે: જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા

Advertisement

* વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવાં ભરૂચનગરજનોને કલેક્ટરની અપીલ

આજરોજ કલેક્ટર કચેરના સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને “આંતરાષ્ટ્રીય યોગ દિવસ” ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

જિલ્લા કલેક્ટર એ માધ્યમો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, “આગામી તા.૨૧ મી જુનના રોજ સમગ્ર રાજ્યમાં G- 20 ની ONE EARTH ONE HEALTH ની થીમ સાથે “આંતરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવશે, ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં જી.એન.એફ.સી ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અંદાજે ૩૦૦૦ થી પણ વધુ લોકોને કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

વઘુમાં ૨૧ મી જુનના રોજ યોજાનારા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવાં ભરૂચ નગરજનોને કલેક્ટરએ અપીલ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીત પી.આર.જોષી, નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાધલ, પ્રાંત અધિકારી ભરૂચ, જિલ્લા રમત ગમત અધિકારી સહિત મીડીયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

Related posts

ઝગડિયા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ……

ProudOfGujarat

પહેલીવાર એક સાથે 8 રાજ્યપાલ બદલાયા : ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના સહિત થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા નગરનાં બંધ મકાનમાંથી 2,97,000 ની ઘરફોડ ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!