Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓ વય મર્યાદાને કારણે નિવૃત થયા.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓ ASI છગનભાઇ ફુલજીભાઈ, ASI ચીમનભાઈ શિવાભાઈ અને ASI રમેશભાઈ કરશનભાઇ ગતરોજ તારીખ 30 જૂનના રોજ વય મર્યાદા હેઠળ સેવા નિવૃત્ત થયા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી નબીપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવતા હતા. તેઓ પોતાની ફરજ સાહસિક, નિસ્થાવન, નીડર અને ઈમાનદારી પૂર્વક નિભાવી હતી. આ પ્રસંગે સમારંભના અતિથિ વિશેષ તરીકે ભરૂચના CPI કે.વી.બારીયા ઉપસ્થિત રહયા હતા. તેઓએ નિવૃત્ત થતા ત્રણે પોલીસ કર્મીઓને પુષ્પગુચ્છ આપી તેમની સેવાઓને બિરદાવી હતી.

નબીપુરના પી.એસ.આઈ. કે.એમ.ચૌધરીએ પોતાના શબ્દોમાં ત્રણે કર્મચારીઓના સેવાકાળ દરમ્યાનની તેમની કામગીરીને બિરદાવી હતી. નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સહિત સમગ્ર સ્ટાફે નિવૃત્ત થતા ત્રણે કર્મચારીઓને પુષ્પમાળા અર્પણ કરી તેમના જીવનની શરૂ થનાર નિવૃત્ત જિંદગીની બીજી ઇનિંગ્સ માટે શુભેચ્છાઓ આપી હતી. આ સમારંભમાં નબીપુર સહિત નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ત્રણે નિવૃત્ત થનાર પોલીસ કર્મીઓએ તેમની સેવાની કદર કરી આ વિદાય સમારંભ યોજવા બદલ ભાવુક થઈ ગુજરાત પોલીસ સહિત CPI, PSI અને તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારંભને સફળ બનાવવા બદલ નબીપુરના PSI એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા દ્વારા 24K પ્યોર ગોલ્ડ લીફથી બનેલા આ ફેસ માસ્કની કિંમત $5,100 છે જે લગભગ 4 લાખ રૂપિયા છે.

ProudOfGujarat

CS પ્રોફેશનલ ફાઈનલનું પરિણામ જાહેરઃ સુરતી સ્ટુડન્ટે દેશભરમાં મેળવ્યો બીજો ક્રમ..

ProudOfGujarat

સુરત : ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઇ : ટ્રેક્ટરની મદદથી લોકોનું કર્યું દિલધડક ઓપરેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!